
ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ 4.90 કરોડ મતદાતા, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખાસ પોલીગ સ્ટેશન ઉભા કરાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાને લઈને ચૂંટણીપંચ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ મતદાન વધારેમાં વધારે થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં લગભગ 4.9 કરોડ મતદારો મતદાન કરશે. જેમાં 3.24 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે. આ ઉપરાંત 4.6 લાખ યુવા મતદારો નોંધાયાં છે. વધારેમાં વધારે મતદાન કરવા માટે ચૂંટણીપંચે અપીલ કરી છે.
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. રાજ્યમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યાં છે. રાજ્યમાં લગભગ 51782 પોલીંગ સ્ટેશન હશે. જ્યારે દિવ્યાંગો અને સિનિયર સિટીજન નાગરિકો મતદાન કરી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે. ગુજરાત વિધાનસભાની મુદત 18મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ રહી છે.
રાજ્યમાં 142 મોડલ મતદાન કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવશે. દિવ્યાંગો મતદાન કરી શકે તે માટે 182 પોલીંગ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવ્યાં છે. 9.89 લાખ સિનિયર સિટીઝન મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ 1274 પોલીંગ સ્ટેશન ઉભા કરવામાં આવશે. કોઈ મતદાર ફરિયાદ કરશે તો ગણતરીની મિનિટોમાં જ તેમને યોગ્ય જવાબ મળશે. ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન કરવા મતદારોને અપીલ કરી છે. આ ઉપરાંત કોરોના પીડિત દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે પણ ચૂંટણીપંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.