HomeDharma-ધર્મગુજરાતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં પૂજા-અર્ચના કરી

ગુજરાતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં પૂજા-અર્ચના કરી

ગાંધીનગર, 20 ઓક્ટોબર 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં સિંધુભવન રોડ પર બેંગોલ કલ્ચરલ એસોસિએશન દ્વારા આયોજિત 89મી કાલીબાડી દુર્ગાપૂજા મહોત્સવમાં ભાવપૂર્વક સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ મા દુર્ગાની આરતી ઉતારીને રાજ્યના લોકોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ દુર્ગાપૂજા મહોત્સવમાં સહભાગી થયેલા બંગાળી લોકોનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

આ દુર્ગાપૂજા મહોત્સવમાં બેંગોલ કલ્ચરલ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સોમેન મુખરજી, સેક્રેટરી અનલ મુખરજી, વાઇસ ચેરમેન ઇન્દ્રજીત મિત્રા, જોઇન્ટ સેક્રેટરી આનંદ સરકાર સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેને આવકાર્યા હતા અને મુખ્યમંત્રી સાથે આરતીમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે અમ્યુકોના પદાધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ અને બંગાળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img