
ગુજરાત સરકારે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે કંન્ટ્રોલ રૂમ શરુ કર્યો , હેલ્પલાઇન નંબર જારી કર્યો
- રાજ્ય સરકાર આવી યુક્રેનમાં ફસાયેલા લોકોની મદદે
- હેલ્પલાઈન નંબર જારી કર્યો
- આ માટે કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો
રશિયાએ યુર્કેન પર કરેલા હુમલા વચ્ચે ભારતના વિદ્યાર્થીઓની હાલત કફોળી બની છે,અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે,ત્યારે હવે ગુજરાત સરકારે ત્યા ફસાયેલા ગુજરાતીઓ માટે આજથી કંટ્રોલ રુમની શરુઆત કરી છે, આ સાથે જ એક હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યો છે.
હાલ યુક્રેનમાં ઉત્તર ગુજરાતના 69, વડોદરાના 44 સહિત અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે. જેને લઈને વિદ્યાર્થીઓના માતા પિતા ચિંતામાં સરી પડ્યા છે ત્યારે પરિવારોએ સરકાર પાસે મદદ માંગી છે.આ માટે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ પર કંટ્રોલ રૂમ ચાલુ કરી દેવાયો છે જેથી વધુ વિદ્યાર્થીઓને મદદ મળી રહે.
આ માટે ગુજરાત સરકારે ૦૭૯-૨૩૨૫૧૯૦૦ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. બે દિવસમા ૭૨ જેટલી ઇન્કવાયરી કંન્ટ્રોલ રૂમને મળી હતી. જે પણ ફોન આવે તેમની માહિતી વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી રહી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરાના 44 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. ત્યારે હવે આ તમામ વિદ્યાર્થીઓને મદદ મળી રહે તે હેતુસર ગુજરાત સરકાર કંટ્રોલરુમ શરુ કરી દીધો છે.