1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતઃ અભયમ હેલ્પલાઈનને 3 મહિનામાં મહિલાઓએ 41 હજારથી વધારે ફોન કરીને મદદ માગી
ગુજરાતઃ અભયમ હેલ્પલાઈનને 3 મહિનામાં મહિલાઓએ 41 હજારથી વધારે ફોન કરીને મદદ માગી

ગુજરાતઃ અભયમ હેલ્પલાઈનને 3 મહિનામાં મહિલાઓએ 41 હજારથી વધારે ફોન કરીને મદદ માગી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારને અટકાવવા માટે વિવિધ કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ રાજ્યમાં મહિલાઓની મદદ માટે અભ્યમ હેલ્પલાઈન કાર્યરત છે. સમગ્ર રાજ્યમાં 3 મહિના દરમિયાન અભ્યમ હેલ્પલાઈનમાં મદદ માટે 41 હજારથી વધારે મહિલાઓએ ફોન કર્યાં હતા. આમાંથી 45 ટકા જેટલા કોલ્સ કોલ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાંથી આવ્યા હતા. જ્યારે લગભગ 25 ટકા કોલ સાણંદ અને મોરબી જેવા અર્ધ-શહેરી વિસ્‍તારોમાંથી આવ્યા હતા. અભ્યમમાં સૌથી વધારે ઘરેલુ હિંસાને લઈને મહિલાઓએ ફોન કરીને મદદ માગી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર અભયમ હેલ્પલાઈનને 1લી જાન્યુઆરીથી 31મી માર્ચ સુધીમાં 41666 મહિલાઓ કોલ કરીને મદદ માંગી હતી. ‘આમાંથી 19996 જેટલા કોલ્‍સ ઘરેલુ હિંસાને લઈને મહિલાઓએ કર્યાં હતા. આ ઉપરાંત 4625 જેટલા કોલ્સ ઉત્પીડન, ત્રાસ અને અપમાનજનક શબ્દોને લઈને હતા. માનસિક બીમારી માટે મદદ માગતા 789 જેટલા કોલ્‍સ પણ મળ્‍યા હતા. કાઉન્‍સેલિંગ દ્વારા 80 ટકા જેટલા ઉકેલવામાં આવ્યા હતા.

અભયમ હેલ્‍પલાઇનના વિકાસ ભીનાનીએ જણાવ્‍યું હતું ,કે તેઓને કાનૂની સહાયની જરૂર હોય તેવા લોકોના કોલ (1708) પણ આવ્યા હતા. અમે મફત કાનૂની સહાય સ્‍વયંસેવકો અને તેમને મદદ કરવા માટે કોલ કરનારાઓ વચ્‍ચે સંકલન કરીએ છીએ. ફોન કરનારાઓમાં મોટા ભાગના શાળાએ જતી વિદ્યાર્થિનીઓ અને ખાનગી અને સરકારી કચેરીઓમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે. અભયમ હેલ્પલાઈન દ્વારા કાઉન્સલીંગ દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code