1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દેશમાં ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત 10માં સ્થાને, ખેડુતોને સજીવ ખેતીમાં રસ નથી
દેશમાં ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત 10માં સ્થાને, ખેડુતોને સજીવ ખેતીમાં રસ નથી

દેશમાં ઓર્ગેનિક ખેતીમાં ગુજરાત 10માં સ્થાને, ખેડુતોને સજીવ ખેતીમાં રસ નથી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ખેડુતો વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કરતા હોય છે. વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગથી ઉત્પન્ન થતો કૃષિ પાક માનવ જીવનના આરોગ્ય માટે પણ જોખમી હોય છે. ત્યારે ખેડુતો સજીવ ખેતી તરફ વળે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઓર્ગેનિક ખેતીના હિમાયતી છે. રાજ્ય સરકારના પ્રયાસો છતાં પણ દેશમાં ઓર્ગેનિક યા ને સજીવ ખેતીમાં દેશમાં ગુજરાત 10માં ક્રમે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ઓર્ગેનિક ખેતી એટલે સજીવ ખેતી જેમાં રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગ વિના પાકને પકવવામાં આવે છે. ગુજરાતમાં ઓર્ગેનિક ખેતી વધારવા માટે સરકાર ધમપછાડા કરી રહી છે પણ ખેડૂતોને આ ખેતીમાં રસ ન હોય એવું ચિત્ર ઉપસ્યું છે. રાજ્યના રાજ્યપાલ આ મામલે અંગત રસ દાખવી રહ્યાં છે. અને રાજ્યમાં ઓર્ગેનિક ખેતી વધે એ માટે કાર્યક્રમો કરી રહ્યાં પણ ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતીમાં રસ નથી. સજીવ ખેતીમાં ઓછા ઉત્પાદનને પગલે ખેડૂતોને આ ખેતી કરવી યોગ્ય લાગતી નથી. જેને પગલે જૈવિક ખેતીમાં ગુજરાત અન્ય રાજ્યની સરખામણીમાં પાછળ રહ્યું છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કેન્સર જેવી ગંભીર બિમારીને નોંતરું આપી રહી છે. જેને પગલે આજની તાતિ જરૂરિયાત એ ઓર્ગેનિક ખેતી છે.  અનાજ, શાકભાજી અને ફળ ફલાદી વગેરેના ઉત્પાદનમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે.  ખેડૂતો વધુ ઉત્પાદન મેળવવા માટે  જંતુનાશકો અને ખાતરોનો ભરપૂર ઉપયોગ કરે છે. જૈવિક ખેતી તરફ ખેડૂતોને વાળવા સરકાર દ્વારા અથાગ પ્રયાસો થઇ રહ્યા છે. જોકે, ગુજરાતના ખેડૂતોને હજુ જૈવિક ખેતીમાં રસ જ નથી. અઢળક પાકનું ઉત્પાદન થાય તે હેતુસર ખેડૂતો જૈવિક ખેતીથી હજુય દૂર રહ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના અન્ય રાજ્ય કરતાં ગુજરાત જૈવિક ખેતીમાં ઘણું પાછળ રહ્યું છે. વાસ્તવિકતા એ છે.કે, બજેટમાં અલાયદી જોગવાઇ કરી હોવા છતાંય ખેડૂતો જૈવિક ખેતી તરફ આકર્ષાયા નથી. આમ છતાંય રાજ્ય સરકારનો દાવો છે કે, ગુજરાત જૈવિક ખેતી ક્ષેત્રમાં ઘણુ કાઠું કાઢી રહી છે. સરકાર કહે છે, ગુજરાતમાં ૩ લાખ ખેડૂતો જૈવિક ખેતી કરે છે. જ્યારે  કેન્દ્રએ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં 3385 ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યાં છે. આ બંનેમાંથી સાચું કોણ? જોકે, ગુજરાત સરકારના આંકડાઓ સાચા છે, કારણ કે રાજ્યમાં 55 લાખ ખેડૂતો વચ્ચે 3 લાખથી વધારે ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરે છે. ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો જૈવિક ખેતી કરે તે માટે કૃષિ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે. પણ રિઝલ્ટ મળી રહ્યું નથી. પાટનગર ગાંધીનગરમાં રાજભવનમાં જૈવિક ખેતીને લઇને જ એક ઉચ્ચકક્ષાની બેઠક યોજાઇ હતી. જેમાં ઘણી સૂચનાઓ પસાર થઈ હતી. ખુદ રાજ્યપાલ ઓર્ગેનિક ખેતી મામલે રસ દાખવતા હોવાથી કૃષિ વિભાગ પણ અલગથી બજેટની જોગવાઈ કરે છે. (file photo)

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code