1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત ટાઈટન્સે IPL ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવી શાનદાર વિજ્ય મેળવ્યો
ગુજરાત ટાઈટન્સે IPL ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવી શાનદાર વિજ્ય મેળવ્યો

ગુજરાત ટાઈટન્સે IPL ફાઈનલમાં રાજસ્થાનને 7 વિકેટે હરાવી શાનદાર વિજ્ય મેળવ્યો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન વચ્ચેની આઈપીએલ સિઝનની ફાઈલમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઈટન્સે સાત વિકેટે ભવ્ય વિજય મેળવાયો હતો. ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે. IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન વચ્ચેની IPLની ફાઈનલની મેચ રોમાંચક મની હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.  20 ઓવરમાં રાજસ્થાનની ટીમ 9 વિકેટમાં માત્ર 130 રન જ બનાવી શકી હતી. જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને વિજ્યી પોતાને નામ કરી દીધો છે. શુભમન ગિલે સીક્સ મારીને ટીમને જીત અપાવી દીધી હતી. ગુજરાત ટાઈટન્સના હાર્દિક પંડ્યા આ મેચના હિરો સાબીત થયા છે. તેમણે ત્રણ વિકેટ લેવાની સાથે સાથે 34 રન પણ કર્યા છે. હાર્દિક પાંચમી વખત IPL ફાઈનલના હિરો બન્યા છે.

ગુજરાત ટાઈટન્સે IPL ખિતાબ જીતનારી અત્યાર સુધીની 7મી ટીમ બની ગઈ છે. આ અગાઉ રાજસ્થાન રોયલ્સ (1 વખત), ચેન્નઈ સુપર કિંગ્સ (4 વખત), કોલકાતા નાઈટ રાઈડર્સ (2 વખત), મુંબઈ ઈન્ડિયન્સ (5 વખત), ડેક્કન ચાર્જર્સ (1 વખત) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (1 વખત) ખિતાબે જીત મેળવી છે. ફક્ત બીજી વખત કોઈ ટીમે પોતાની પ્રથમ સીઝનમાં ખિતાબ જીત્યો છે. આ અગાઉ રાજસ્થાન રોયલ્સે વર્ષ 2008માં વિક્રમ બનાવી ચુક્યું છે.

શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં  IPL ફાયનલ મેચમાં 131 રનનો ટાર્ગેટ પૂરો કરવામાં ગુજરાતની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઋદ્ધિમાન સાહા અને મેથ્યુ વેડ કઈ ખાસ કમાલ ના કરી શક્યા. પાવર-પ્લેમાં ટીમ માત્ર 31 રન જ કરી શકી. સાહાએ 5 રન અને મેથ્યુ વેડે માત્ર 8 જ રન કર્યા. સાહાને પ્રસિદ્ધ કૃષ્ણાએ ક્લિન બોલ્ડ કર્યો. જ્યારે મેથ્યુની વિકેટ ટ્રેટ બોલ્ડના ખાતામાં આવી છે. વેડનો કેચ રિયાન પરાગે લીધો છે.રાજસ્થાન માટે સૌથી વધારે રન બટલરે બનાવ્યા છે. તેમણે 35 બોલમાં 39 રન કર્યા છે. જ્યારે ગુજરાત માટે સૌથી વધારે વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી છે. ગુજરાતના કેપ્ટને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લીધી હતા. જ્યારે સાઈ કિશોરે 2 વિકેટ ઝડપી છે. ગુજરાત કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાન સામે ફાઈનલ મેચમાં શાનદાર બોલિંગ કરીને 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ લઈ લીધી છે. તેણે સંજૂ સૈમસન, જોસ બટલર અને શિમરન હેટમાયરની વિકેટ લીધી છે. ત્રણ બેટરમાં એક પણ ખેલાડી જો સારુ રમી જાત તો ગુજરાતની મુશ્કેલી વધી શકતી હતી. પહેલી જ ઓવરમાં હાર્દિકે શાનદાર બોલિંગ કરી અને તેની બોલિંગમાં કોઈ પણ બેટર મોટો શોટ ના મારી શક્યો. આ સીઝનમાં અત્યાર સુધી ખૂબ સરસ રમેલા જોસ બટલર ફાઈનલમાં બહુ સારુ ના રમી શક્યા. તેમણે 35 બોલમાં 39 રન કરી શક્યા. તેમણે 5 ચોક્કા, હાર્દિકે પણ મેચમાં ખૂબ શાનદાર બોલિંગ કરી હતી. પહેલાં તેમણે સંજૂ સૈમસનને આઉટ કર્યા પછી બટલરની પણ વિકેટ લીધી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code