1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ: કૃષિ વિભાગને 21,605 કરોડ ફાળવાયા
ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ: કૃષિ વિભાગને 21,605 કરોડ ફાળવાયા

ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ: કૃષિ વિભાગને 21,605 કરોડ ફાળવાયા

0
Social Share

ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-14ના વર્ષનું અંદાજપત્ર રજુ કર્યું હતું. જેમાં કૃષિ વિભાગ માટે રૂપિયા 21,605 કરોડની ફા4લવણી કરવામાં આવી છે. નાણા મંત્રીએ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કર્યું હતુ. જેમાં શિક્ષણ વિભાગ બાદ સૌથી વધુ કૃષિ વિભાગને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી.

નાણા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ ₹21,605 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. વાવણી થી વેચાણ સુધી ખેડૂતો સાથે અડીખમ ઊભી રહેલી અમારી સરકારે કૃષિ ઉત્પાદન વધારવાની દિશામાં મક્કમ પગલાં ભર્યા છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્‍ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.

કૃષિ માટે ફાળવેલા નાણાની હાઈલાઈટ્સ

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે 61 લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે રૂપિયા 12000 કરોડની સહાય આપવામાં આવી છે.
  • ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે 8278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે..

પાક કૃષિ વ્યવસ્થા

  • ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા `615 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ.
  • વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે `400 કરોડની જોગવાઈ.
  • કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત 250 કરોડની જોગવાઇ.
  • પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા 203 કરોડની જોગવાઇ.
  • એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા `200 કરોડની જોગવાઇ.
  • ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ `125 કરોડની જોગવાઇ.
  • સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે `50 કરોડની જોગવાઇ.
  • ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય, પ્રચાર-પ્રસાર વગેરે માટે `35 કરોડની જોગવાઈ.
  • નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા `10 કરોડની જોગવાઈ.
  • ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM) યોજના માટે બે કરોડની જોગવાઈ.
  • શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા `બે કરોડની જોગવાઈ.

બાગાયત

  •  ફળ પાક ઉત્પાદકતા વધારવા અને બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નર્સરી વિકાસ માટે સહાય આપવા કુલ `65 કરોડની જોગવાઇ.
  • બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકિય સુવિધા ઊભી કરવા 40 કરોડની જોગવાઇ.
  • નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન હેતુ ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે 6 કરોડની જોગવાઇ.
  • મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના માટે 5 કરોડની જોગવાઇ.
  • અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે 3 કરોડની જોગવાઇ.

કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન

  • કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી‌ કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે `1153 કરોડની જોગવાઇ.

પશુપાલન

  • ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે `109 કરોડની જોગવાઈ.
  • ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે `62 કરોડની જોગવાઈ.
  • દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા 12 કરોડની જોગવાઈ.
  • કરુણા એનિમલ એમ્બ્યુલન્સ–1962 ની સેવાઓ માટે `10 કરોડની જોગવાઈ.
  • રાજ્યમાં 150 નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા 10 કરોડની જોગવાઈ.

મત્સ્યોદ્યોગ

  • નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્‍દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે `640 કરોડની જોગવાઈ.
  • સાગરખેડુઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે `453 કરોડની જોગવાઈ.
  • પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે `155 કરોડની જોગવાઈ.
  • દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારિત મત્સ્યોદ્યોગના વિકાસ માટે `117 કરોડની જોગવાઈ.

સહકાર

  • ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા
  • 3 લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ પર વ્યાજ સહાય પેટે `1270 કરોડની જોગવાઇ.
  • પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સહાય માટે `124 કરોડની જોગવાઇ.
  • બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા સહાય માટે `38 કરોડની જોગવાઇ.
  • કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા `23 કરોડની જોગવાઇ.
  • તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે કેપિટલ સહાયની યોજના અંતર્ગત `3 કરોડની જોગવાઇ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code