
હેરફોલની સમસ્યાથી થઈ રહી છે તકલીફ,તો આ રીતે તેને કરો દુર
આજકાલના સમયમાં લોકોનું જીવન વધારે પડતું વ્યસ્ત બની ગયું છે, લોકો એવુ માને છે કે વ્યસ્ત જીવનના કારણે કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકાતું નથી તેમાં એક બાબત વાળની કાળજીની પણ છે. આવામાં જે લોકો આ સમસ્યાથી પરેશાન થઈ રહ્યા હોય, જેમને વાળ ખરી રહ્યા છે તે લોકો આ રીતે પોતાના વાળને ખરતા રોકી શકે છે.
જો વાત કરવામાં આવે એલોવેરાના ઉપયોગની તો તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. તે વાળાને ખરતા રોકાવામાં મદદરુપ થાય છે. 2 ચમચી એલોવેરા જેલ લઈ તેમાં થોડું સેમ્પૂ મિક્સ કરીને વાળ પર લગાવો. થોડા સમય પછી તેને ધોઈ નાંખો. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.
આ ઉપરાંત ચોખા ધોયા હોય તેવા પાણીનો ઉપયોગ તમે વાળ ધોવા માટે કરી શકો છો. આ પાણી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે. સાથે સાથે દરરોજ વાળમાં તેલ લગાવવાથી, વાળને અંદર સુધી પોષણ મળે છે. નારિયળના તેલથી વાળમાં મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન વધારે સારુ થાય છે. તે વાળને ખરતા રોકે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.