
- ટીવી એક્ટર દીપેશનું થયું નિધન
- મલખાનનો ભજવી રહ્યો હતો રોલ
- ક્રિકેટના મેદાનમાં પડ્યો અને જીવ ગયો
મુંબઈ :પ્રખ્યાત ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાનનો રોલ કરીને લોકોને હસાવનાર એક્ટર દીપેશ ભાનનું નિધન થયું છે.11 મે 1981ના રોજ જન્મેલા દિપેશ માત્ર 41 વર્ષની વયે આ દુનિયા છોડી ગયા હતા.મળતી માહિતી મુજબ,અભિનેતા શુક્રવારે ક્રિકેટ રમતી વખતે પડી ગયા હતા, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.
ક્રિકેટ રમતી વખતે તેના નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને તેનું ત્યાં જ મોત થયું. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.દિપેશ સાથે કામ કરતી પ્રોડક્શન ટીમના કર્મચારીઓનું કહેવું છે કે દિપેશ ખૂબ જ સ્વસ્થ હતો અને ફિટનેસ પર ધ્યાન આપતો હતો.
એક્ટર દીપેશ ભાનના મૃત્યુના સમાચારને શોના આસિસ્ટન્ટ ડિરેક્ટરે સત્ય જણાવ્યું છે. તેણે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સાથે સોશિયલ મીડિયા પર ઘણા કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિપેશના કો-એક્ટર વૈભવ માથુરે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, હા, તે હવે નથી. હું આના પર કંઈ કહેવા માંગતો નથી, કારણ કે કહેવા માટે કંઈ બાકી નથી.
ભલે દીપેશને ‘ભાભીજી ઘર પર હૈ’થી વધુ ઓળખ મળી, પરંતુ આ પહેલા પણ તે ઘણા કોમેડી શો માટે જાણીતો છે. તેણે ‘ભૂતવાલા સિરિયલ’, ‘એફઆઈઆર’, ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’ સાથે ‘ચેમ્પ’ અને ‘સુન યાર ચિલ માર’ જેવા શોમાં પણ કામ કર્યું છે.આ સાથે તે બોલિવૂડ ફિલ્મ ‘ફાલતુ ઉત્પતંગ ચટપટ્ટી કહાની’માં પણ જોવા મળ્યો હતો.તે આમિર ખાન સાથે એક એડ ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો.