1. Home
  2. ગુજરાતી
  3. દીકરી પર લાગેલા આરોપો પર ગુસ્સે થઈ સ્મૃતિ ઈરાની, કહ્યું- મારો વાંક એટલો છે કે રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી 
દીકરી પર લાગેલા આરોપો પર ગુસ્સે થઈ સ્મૃતિ ઈરાની, કહ્યું- મારો વાંક એટલો છે કે રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી 

દીકરી પર લાગેલા આરોપો પર ગુસ્સે થઈ સ્મૃતિ ઈરાની, કહ્યું- મારો વાંક એટલો છે કે રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી 

0
Social Share

દિલ્હી:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે,મારી દીકરી ભણે છે, બાર નથી ચલાવતી. ઈરાનીએ કહ્યું કે મારી પુત્રી 18 વર્ષની છે અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણી બાર ચલાવતી નથી. તેણે 18 વર્ષની છોકરીની ઈજ્જતને કલંકિત કરવાની હિંમત કરી છે.તે છોકરીનો દોષ એ છે કે તે છોકરીની માતાએ રાહુલ ગાંધી સામે 2014 અને 2019માં અમેઠીથી ચૂંટણી લડી હતી.તેમણે કહ્યું કે આજે જે 18 વર્ષની છોકરીની પ્રતિષ્ઠા પર કોંગ્રેસના પ્રવક્તાઓએ હુમલો કર્યો હતો, તે છોકરીનો દોષ એ છે કે તેની માતા સ્મૃતિ ઈરાની સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરે છે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષની છોકરીનો વાંક એ છે કે તેની માતાએ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી દ્વારા 5000 કરોડ રૂપિયાની લૂંટ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, આજે એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના પ્રવક્તાએ હસતા જે છોકરી પર આક્રમણ કર્યું,તે રાજનીતિમાં નથી અને એક સામાન્ય કોલેજ સ્ટુડન્ટ તરીકે પોતાનું જીવન જીવી રહી છે.તેણે કહ્યું કે પવન ખેડા એ કહ્યું કે મારી પુત્રીને કારણ બતાવો નોટિસ આપવામાં આવી હતી અને તેના હાથમાં 2 કાગળો બતાવ્યા. મારે આજે પૂછવું છે કે આ કાગળોમાં મારી દીકરીનું નામ ક્યાં છે?

ઈરાનીએ રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું કે 2024માં અમેઠીથી ચૂંટણી લડીને બતાવો કે હું તેમને અમેઠીમાં ફરી હરાવીશ. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના નેતાઓ પર કોર્ટમાં કેસ કરશે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code