Homeગુજરાતીગુજરાતરાજકોટમાં વેપારીનો મોબાઈલ ફોન હેક કરીને ગઠિયાએ રૂ. 2.21 લાખ ઉપાડી લીધા

રાજકોટમાં વેપારીનો મોબાઈલ ફોન હેક કરીને ગઠિયાએ રૂ. 2.21 લાખ ઉપાડી લીધા

રાજકોટ, 4 ઓક્ટોબર, 2026 : Cyber mafia hacks businessman’s mobile phone and withdraws Rs. 2.21 lakh સાયબર માફિયાઓ લોકોને ઠગવા માટે અવનવી તરકીબો અપનાવતા હોય છે. બેન્ક ખાતા મોબાઈલ ફોન સાથે જોડાયેલા હોવાથી  OTP અથવા તો APK ફાઈલ મોકલીને તેને ડાઉનલોડ કરતા જ મોબાઈલફોનના એક્સેસ સાયબર માફિયાના હ4થમાં જતા રહે છે. અને મોબાઈલ સાથે જોડાયેલા બેન્ક ખાતામાંથી રૂપિયા ઉપડી જતા હોય છે. જ્યારે રાજકોટ શહેરના વેપારી સાથે એવો બનાવ બન્યો છે. કે, OTP કે  APK ફાઈલ મોકલ્યા વિના જ સીધો મોબાઈલ ફોન હેક કરીને સાયબર માફિયાએ 2.21 લાખ ઉપાડી લીધા હતા. આ બનાવમાં ફરિયાદ નોંધાતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના હરિધવા રોડ પર સુભાષનગર વિસ્તારમાં રહેતાં સંજયભાઈ પાંચાભાઈ ડાભી ગોંડલ ચોકડી સાંઢીયા પુલ પાસે રિલેક્ષ પંપ ઇન્ડસ્ટ્રીઝ નામે સબમર્સીબલ પંપનો વેપાર કરે છે. ગઈ તા. 23ના બપોરે 4 વાગ્યા આસપાસ ઘરે હતાં ત્યારે બેંકમાંથી SMS આવ્યો હતો જેમાં બેંક ખાતામાંથી રૂ.99,999.99 ઉપડી ગયા હતાં જેથી વેરીફાઈ કરવા બેંકની એપ્લીકેશન બેલેન્સ ચેક કરવા માટે ખોલી જોતા ફોન હેક થઇ ગયો હતો અને ફોનની સ્ક્રીન પર મીરર ગુગલ આઇપીટીવી નામની એરર આવી હતી. દરમિયાન બેંક એપ્લીકેશન ઓપન ન થતા નાનાભાઈની દુકાને જઇ અને તેને આ બાબતે જાણ કરતા તેને એપ ડીલીટ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એપ ડીલીટ ન થતા મોબાઇલ ફોન સેફ મોડમાં ચાલુ કરી એપ ડીલીટ કરી હતી. ત્યારબાદ ફોન રીસ્ટાર્ટ કરી ફોન ચાલુ કર્યો હતો. ત્યારબાદ તુરંત જ બેંકમા જઈ તપાસ કરતા કુલ રૂ.2.21 લાખ ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરીયાદ નોંધાવતા હાલ બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular