
ઈઝરાયલ ઉપર 7000 રોકેટ છોડ્યાનો હમાસનો દાવો, ઈઝરાયલે આતંકવાદીઓ સામે શરુ કર્યું અભિયાન
નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર આજે શનિવારે સવારે હમાસે હુમલો કહ્યો હતો. તેમજ મોટી સંખ્યામાં રોકેટથી હુમલો કર્યો હતો. એટલું જ નહીં મોટી સંખ્યામાં હથિયારો સાથે આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું પણ જાણવા મલે છે. દરમિયાન આ હુમલામાં 22 વ્યક્તિઓના મોત થયાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ઈઝરાયલ ઉપર સાત હજાર જેટલા રોકેટ છોડવામાં આવ્યા હોવાનો હમાસે દાવો કર્યો છે. બીજી તરફ ઈઝરાયલે પણ યુદ્ધની જાહેર કરાયાં છે. આ હુમલાને પગલે અમેરિકા સહિતના દેશો પણ સમગ્ર ઘટના ઉપર નજર રાખી રહ્યાં છે.
હમાસની અલ-કાસમ બ્રિગેડે તેના ઓપરેશન ‘અલ-અક્સા ફ્લડ’ દરમિયાન અનેક ઇઝરાયેલ સૈનિકોને પકડવાનો દાવો કર્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આવો વીડિયો શેર કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ઈઝરાયેલના કેદીઓને જીવતા ગાઝા લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે કહ્યું છે કે, તે મોટા પાયે ઓપરેશન શરૂ કરી રહ્યું છે. “આઇડીએફ આજે સવારે ઇઝરાયલી નાગરિકોને હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા સંયુક્ત હુમલા સામે રક્ષણ આપવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કરી રહ્યું છે.”
રોકેટ હુમલા પછી તરત જ, વડા પ્રધાન નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે, પીએમ અને સંરક્ષણ પ્રધાને ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. દેશના તમામ નાગરિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દરેકને ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “હમાસના આતંકવાદીઓએ આજે સવારે ગંભીર ભૂલ કરી અને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કર્યું છે. ઈઝરાયેલની સુરક્ષા એજન્સીઓના સૈનિકો દરેક જગ્યાએ દુશ્મનો સામે લડી રહ્યા છે. હું ઇઝરાયેલના તમામ નાગરિકોને સલામતી સૂચનાઓનું પાલન કરવા કહું છું. ઇઝરાયેલ આ યુદ્ધ જીતશે.” અમેરિકાએ આ હુમલા બાદ કહ્યું છે કે તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.