મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ખુશી – બજરંગ દળ સેના અને કોંગ્રેસનો વિલય
- મધ્યપ્રદેશમાં કોંગ્રેસમાં છવાઈ ખુશી
- બજરંગ સેના અને કોંગ્રેસનો થયો વિલય
ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવે તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીમાં ખુશીની લહેર છવાી છે,વાત જાણે એમ છે કે રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી અને બજરંગ સેનાનો વિલય થયો છે બન્ને પાર્ટી એક બીજાના સપોર્ટમાં આવી ચૂકી છે.
હિન્દુવાદી સંગઠન બજરંગ સેના મંગળવારે કોંગ્રેસમાં ભળી ગઈ હતી. બજરંગ સેનાએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જનતાના જનાદેશ સાથે દગો કરીને રાજ્યમાં સત્તા પર આવી છે અને તેનો રસ્તો ભટકી ગઈ છે. બજરંગ સેનાનેતા પૂર્વ મંત્રી દીપક જોશીની નજીક છે. જોશી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે ‘જય શ્રી રામ’ ના નારા સામાન્ય રીતે ભગવા શિબિર સાથે સંકળાયેલા હોય છે, પરંતુ તે જ નારા વિતેલા દિવસને મંગળવારની સાંજે મધ્ય પ્રદેશ કોંગ્રેસના મુખ્યાલયમાં ગુંજ્યા હતા,આ નારા ત્યારે ગૂંજ્યા કે જ્યારે બજરંગ સેનાએ ભવ્ય પાર્ટીના મુખ્યાલય પર પહોંચીને સમર્થન જાહેર કર્યું.
આ સમયદરમિયાન બીજેપી પર પ્રહાર કરવામાં આવ્યા હતા કહેવામાં આવ્યું હતું કે મધ્યપ્રદેશ ભાજપના શાસનમાં કૌભાંડીઓનું રાજ્ય બની ગયું છે. મહાકાલ લોકમાં કૌભાંડ, નર્મદા કૌભાંડ.. આપણે આપણી સંસ્કૃતિની રક્ષા કરવાની છે. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કૈલાશ જોશીના પુત્ર દીપક જોશી, જેમણે તાજેતરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા, તેમની સાથે બજરંગ સેનાના નેતાઓ પણ હતા.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષને સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં ‘બજરંગ સેના’ના કાર્યકરો કોંગ્રેસના મુખ્યાલય પહોંચ્યા હતા.ત્યાર બાદ કોંગ્રેસમાં ખુશી છવાઈ હતી.
આ વિલીનીકરણ કોંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના અધ્યક્ષ કમલનાથની હાજરીમાં થયું હતું. આ વિલયની જાહેરાત બીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ રજનીશ પટેરિયા અને સંયોજક રઘુનંદન શર્માએ કરી હતી. જોષી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બજરંગ સેનાના સભ્યોએ કમલનાથને ગદા અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યું અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.