
HEALTH: કેન્સરની સારવાર દરમિયાન પગમાં દુખાવો થાય છે? તો હવે તેને કરી શકાશે દૂર
- કેન્સરની સારવારમાં આ વાતનું રાખો ધ્યાન
- પગના દુખાવાની સમસ્યાથી મેળવો રાહત
- બસ આટલુ કરવાથી સમસ્યા થઈ જશે દૂર
કેન્સરની બીમારી વિશે સાંભળીને કોઈ પણ વ્યક્તિના મુખમાં એવું જ આવે કે આ બીમારી તો ભગવાન કોઈ વ્યક્તિને ના આપે. જે લોકોને કેન્સર હોય છે તે લોકો અનેક પ્રકારની સમસ્યાથી પીડાતા હોય છે, કેટલાક લોકોને પગ પણ દુખતા હોય છે અને તેના કારણે તેમને અનેક પ્રકારની તકલીફ પડે છે.
આવામાં જે લોકો પગમાં દુખાવો છે તે લોકો જો આ પ્રકારની સામાન્ય કાળજી રાખે તો તેમને દર્દમાં મોટી રાહત રહે તેમ છે. કેન્સરના તણાવ વચ્ચે પગમાં દુખાવો આવા દર્દીઓને વધુ પરેશાન કરે છે. તજજ્ઞોના મતે, કેન્સર દરમિયાન લેવામાં આવતી દવાઓના કારણે આવું થઈ શકે છે અને તેની પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે.
જો કેન્સર દરમિયાન શરીરમાં પાણીની ઉણપ હોય તો સ્નાયુઓમાં ખેંચાણ પણ આવી શકે છે. કેન્સરની સારવાર દરમિયાન, યોગ્ય માત્રામાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પગમાં દુખાવો અથવા ખેંચાણ માટે ડૉક્ટરનો સંપર્ક કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ કેટલાક સરળ ઘરેલું ઉપચાર અપનાવવાથી આ પીડાને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે અથવા દૂર કરી શકાય છે.
એવું કહેવાય છે કે જો તમે નિયમિતપણે સ્ટ્રેચિંગ કરો છો, તો સ્નાયુઓમાં ખેંચાણ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. વાસ્તવમાં, પગના સ્નાયુઓને ખેંચવાથી લચીલા બનાવવામાં આવે છે અને આમ કરવાથી પગ સક્રિય રહે છે.
તજજ્ઞોના મતે, શરીરમાં પાણીની ઉણપને કારણે સ્નાયુઓમાં ખેંચાણ થઇ શકે છે. જેના કારણે પગમાં દુખાવો રહે છે. કહેવાય છે કે કેન્સરની સારવાર દરમિયાન શરીરમાં પાણીની કમી ન થવી જોઈએ.
જો કે આ પ્રકારની માહિતી માત્ર જાણકારી માટે લખવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો ડોક્ટરને જલ્દીથી સંપર્ક કરવો.