અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની બેટિંગ શરૂ , વાતાવરણમાં ઠંડક પ્રસરી
- અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ શરુ
- અચાનક ગરમીમાં મળી રહાત
- વાતાવરણમાં પ્રસરી ઠંડક
અમદાવાદઃ- સમગ્ર ગુજરાત રાજ્યમાં ચક્રવાતત બિપરજોયની અસર વર્તાઈ રહી છે હવામાન વિભાગે આજે બપોર સુધી વાવાઝોડું ભયંકર બનવાની આગાહી છે,આ માટે સૌરાષ્ટ્ર, કચ્છમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું ત્યારે હવે વરસાદની બેટિંગ શરુ થઈ ચૂકી છે.
આજે વહેલી સવારથી જ સમગ્ર અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ પડી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દિવસોથી જે ગરમી પડી રહી હતી તેમાં અમદાવાદના લોકોએ થોડા રાહતના શ્વાસ લીધા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પણ વાવાઝોડા બિપરજોયને લઈને રિવરફ્રન્ટ જનતાઓ માટે બંધ રાખવામાં આવ્યો છે,તો સૌરાષ્ટ્રમાં શાળાઓમાં પણ રજાઓ અપાઈ છે.તો સાથે જ સેના પણ પરિસ્થિતિઓને પહોંચી વળવા સજ્જ છે તો એનડિઆરએફની ટીમ અને એસડીઆરએફની ટિમો પણ દરિયાકાંઠા વાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.
અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે, સવારથી પ્રહલાદ નગર, સેટેલાઈટ, બોપલ, ઘુમા, એસજી હાઈ-વે સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. જો કે હવે બિપરજોયની અસર સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે,વહેલી સવારથી જ ભારે પવન જોવા મળી રહ્યો છે અને સાથે સાથે વરસાદ વરસી રહ્યો છે.આમ તો વિતેલી સાંજથી જ ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. ત્યારે આજરોજ સમ્ગર વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને વરસાદ પણ પડી રહ્યો છે.