
પહેલા મરધી આવી કે ઈડું? લો તમને અઘરા સવાલનો મળી ગયો જવાબ, વૈજ્ઞાનિકોએ કર્યો કંઈ આવો ખુલાસો
- પહેલા મરઘી આવી કે ઈંડુ આજે પણ આ સવાલથી લોકો પરેશાન
- છેવટે વૈજ્ઞાનિકોએ આ વિષય પર કર્યું અધ્યન
દિલ્હીઃ- સામાન્ય રીતે સૌ કોઈ એમ પૂછતું હોય છે કે પહેલા મરઘી આવી કે ઈંડુ ,આ સવાલ સદીઓ જૂનો છે જેનો જવાબ આજે પણ લોકો શોધી રહ્યા છે.આ સવાલનો જવાબ બ્રિટિશ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોના મતે, વિશ્વમાં સૌથી પહેલા મરધી આવી હતી.ત્યારે હવે કઈ રીતે તે પણ તેમણે તેમના અભ્યાસમાં વિગતવાર માહિતી રજૂ કરી છે ચાલો જોઈએ આ જવાબનું તથ્ય શું છે.
બ્રિટનના શેફિલ્ડ અને વારવિક યૂનિવર્સિટીના સંશોધકોએ આ અંગે એક અભ્યાસ કર્યો હતો. અભ્યાસના લેખક ડૉ. કોલિન ફ્રીમેન કહે છે કે વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી તેનો જવાબ શોધી રહ્યા હતા કે મરઘી પહેલા આવી હતી કે ઈંડુ
ફ્રીમેને કહ્યું કે અભ્યાસ દરમિયાન ઘણા વર્ષો સુધી જવાબ મળ્યો ન હતો. હવે તે સાબિત થયું છે કે તે મરઘી જ પહેલા આવી હતી. તેમનું આ અંગે કહેવું છે કે ઈંડા બનાવવા માટે ઓવોક્લાઈડીન નામનું પ્રોટીન જરૂરી છે. આ પ્રોટીન ઇંડાના ઉત્પાદન માટે જરૂરી છે. આ ખાસ પ્રકારનું પ્રોટીન ગર્ભાવસ્થા દરમિયાન મરઘીના ગર્ભાશયમાં બને છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ઈંડું નહીં પણ મરઘી જ પહેલા આવી છે.
સંસોધકોએ આ રીતે કર્યો અભ્યાસ
- સંશોધકોએ અભ્યાસ દરમિયાન તપાસ કરવા માટે હાઇ-ટેક કમ્પ્યુટર હેક્ટર નો ઉપયોગ કર્યો હતો.
- વૈજ્ઞાનિકોએ ઈંડાના શેલ ની પરમાણુ રચનાને સમજીને અભ્.ાસ હાથ ઘ્રોય હતો
- . અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ઓવોક્લાડિન પ્રોટીનની મદદથી કેલ્શિયમ કાર્બોનેટ ઈંડાના શેલમાં રૂપાંતરિત થવા લાગે છે.
- જ્યારે ધીમે ધીમે આ શેલ સખત થવા લાગે છે. મરઘી 24 થી 36
- સંશોધક ડૉ.કોલિન કહે છે કે કેલ્સાઈટ ક્રિસ્ટલ મરઘીના હાડકાં અને ઈંડાના છીપમાં જોવા મળે છે. જ્યારે ઈંડું સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે તે બહાર આવે છે. મોટાભાગની મરઘીઓ દર 24 થી 36 કલાકે ઇંડા મૂકે છે. તાજા ઈંડાં દરરોજ હટાવી દેવા જોઈએ નહીતો મરઘી ઈંડા પર ત્યાસુધી બેસે છે જ્યાં સુધી તે બીજુ ઈંડું મૂકતી નથી.
- ઉલ્લેખનીય છે કે ઈંડુ પહેલા આવ્યું કે મરધી તેમાં મરધી પહેલા આવી તે જવાબ તો મળી ગયો છે, પરંતુ વિશ્વમાં મરઘીનો વિકાસ કઈ રીતે થયો મરઘીનું અસ્તિત્વ કેવી રિતે શ્કય બન્યું તે અંગે હજી પણ કોઈ માહિતી નથી.
- પહેલા આવ્યું કે ઈંડું એનો જવાબ તો મળી ગયો છે, પરંતુ દુનિયામાં ચિકનનો વિકાસ કેવી રીતે થયો, તેનો જવાબ હજુ મળવાનો છે. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો તેમના વિકાસના પ્રશ્નનો જવાબ શોધવામાં લાગેલા છે.