
- પ્રિયંકા ચોપડાની ફિલ્મ The Matrix Resurrections
- ટીઝર વીડિયોમાં પ્રિયંકા ચોપડાનો અદભૂત લુક
- 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે આ ફિલ્મ
મુંબઈ:પ્રિયંકા ચોપડા હવે બોલિવૂડની દુનિયામાંથી બહાર આવીને હોલીવુડનો હિસ્સો બની ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રિયંકાએ બોલિવૂડમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે, જ્યારે આ દરમિયાન તેણે હોલીવુડમાં પણ એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને ઘણા મોટા પ્રોજેક્ટ્સ પણ સાઈન કર્યા છે. પ્રિયંકા તેની આગામી બિગ બજેટ હોલીવુડ ફિલ્મ ‘The Matrix Resurrections’ માટે ચર્ચામાં છે.આ ફિલ્મમાં તેના પાત્રની ચર્ચા ચાલી રહી હતી. હવે નિર્માતાઓએ તેનું નવું ટીઝર રિલીઝ કરીને તેમાં પ્રિયંકાના લુક પરથી પડદો ઉઠાવી લીધો છે.
વોર્નર બ્રધર્સનાં બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘The Matrix Resurrections’ નું નવું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે તેનું નવું ટ્રેલર આવતીકાલે એટલે કે મંગળવારે રિલીઝ થશે.આ ફિલ્મ ‘The Matrix’ સિરીઝનો એક ભાગ છે. આ ફિલ્મમાં ભારતીય દર્શકો માટે સૌથી ખાસ વાત એ છે કે,તેમાં પ્રિયંકાના પાત્રને રીવીલ કરવામાં આવ્યું છે. પ્રિયંકા આમાં ‘સતી’ નામનું પાત્ર ભજવતી જોવા મળશે.
#MatrixMonday means:
✅ NEW TRAILER
✅ TICKETS ON SALE
✅ Other EPIC announcementsThe Matrix Resurrections – 12.22.21 #TheMatrix pic.twitter.com/34DDxq4D0X
— Warner Bros. Pictures (@wbpictures) December 6, 2021
આ ફિલ્મમાં કીનુ રીવ્સ અને કેરી-એન મોસ મુખ્ય ભૂમિકામાં છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મના ઘણા ચાહકો છે. લાંબા સમય પછી તેનો આગળનો ભાગ આવી રહ્યો છે. આ સિરીઝમાં બનેલી પ્રથમ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે. આ ફિલ્મ સિરીઝના આગમન પછી, સાયન્સ ફિક્શન ફિલ્મની દુનિયા જ બદલાઈ ગઈ. તેના એક્શન સીન્સને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. તેનો પહેલો ભાગ 1999, બીજો 2003, ત્રીજો પણ 2003માં આવ્યો અને હવે ચોથો ભાગ રિલીઝ માટે તૈયાર છે.
આ ફિલ્મોના પોસ્ટરમાંથી પ્રિયંકા ચોપડા ગાયબ હતી, જેના કારણે ભારતીય ચાહકો નિરાશ થયા હતા,પરંતુ આજે રિલીઝ થયેલા ટીઝરમાં પ્રિયંકાની ઝલક જોઈને ચાહકોની ખુશીમાં વધુ વધારો થયો છે. તેમનું માનવું છે કે,પ્રિયંકા આમાં સારી ભૂમિકામાં જોવા મળશે. પ્રિયંકાએ જ્યારથી હોલીવુડમાં એન્ટ્રી કરી છે ત્યારથી તે સતત હોલીવુડની ફિલ્મોમાં કામ કરતી જોવા મળી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં લીડ રોલ કર્યો છે અને ઘણી ફિલ્મોમાં તે નાના રોલ પણ કરતી જોવા મળી છે. આ ફિલ્મ આ વર્ષે ક્રિસમસ પર 22 ડિસેમ્બર 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.