
- ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાતના પ્રવાસ
- રાજ્યને આપી વિકાસલક્ષી કાર્યોની ભેટ
- 23માં રેલ્વે ઓવરબ્રિત સહીત અનેક ભેટ
અમદાવાદ:ભારત દેશના ગૃહમંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા. આ દરમિયાન તેમણે રાજ્યમાં કેટલાક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું તો કેટલાક મોટા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી સોલાથી હેબતપુર વિસ્તારમાં આવાગમન સરળ બન્યું છે અને રેલવે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું છે. આ લોકાર્પણ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રીએ એક સંબોધનમાં તે પણ જણાવ્યું કે આજે 122 કરોડના કામોનુ લોકાર્પણ અને 241 કરોડના કામોનુ ખાતમુર્હત થયું જે બતાવે છે કે કોરોના કાળમાં પણ રાજ્ય સરકાર કાર્યરત રહી છે જેથી કામોની ગતિ અટકી નથી. આજે અનેક વિવિધ કામોના લોકાર્પણ થયા છે. ગાંધીનગર આજે વિકસિત જિલ્લો બન્યો છે. આ વિકાસની ગતિ કારણે હું સાંસદ તરીકે ખુશી વ્યક્ત કરું છું.
આ અવસરે મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, અરવિંદ પટેલ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ઉમિયા મંધિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત શાહે જાહેર સભાને સંબંધિત કરતા કહ્યું હતું કે માં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગમાં મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે, રાજ્યના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરૂ છે, અમિત શાહે ઉંઝાના ઉમિયાધામ અંગે વાત કરતા કહ્યું કે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું ઊંઝાનું ઉમિયા મંદિર વિશ્વ વિખ્યાત બન્યું.