1. Home
  2. ગુજરાતી
  3. એચપી ભારતીય ક્રિએટર્સ માટે લઇને આવ્યું છે, એઆઇ ફિચર સાથેનું સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ
એચપી ભારતીય ક્રિએટર્સ માટે લઇને આવ્યું છે, એઆઇ ફિચર સાથેનું સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ

એચપી ભારતીય ક્રિએટર્સ માટે લઇને આવ્યું છે, એઆઇ ફિચર સાથેનું સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ

0
Social Share

નવી દિલ્હી- એપી આજે ભારતમાં લઈને આવ્યું છે, અદ્યતન એઆઇ ફિચર્સ સાથેનું સ્લીક અને સ્ટાઈલિશ એન્વી X360 14 લેપટોપ, જે ક્રિએટિવિટીને આગળ વધારશે. આ લેપટોપનો વજન ફક્ત 1.4 કિલો છે, જે 14 ઇંચ એએલઇડી ટચ ડિસ્પ્લે સાથે આવે છે, જે કામ કરવા, લખવા, જોવા અને ગેમિંગ માટે એક આદર્શ પોઝીશનમાં ફેરબદલ કરી શકાય છે.

નવું એન્વી 14 લેપટોપ એ Intel® Core™ અલ્ટ્રા પ્રોસેસરથી સજ્જ છે, જેના લીધે તે એડોબ ફોટોશોપ જેવા એપની સાથે જોરદાર ક્રિએશન અનુભવ પૂરો પાડે છે. લેપટોપ એ ન્યુરલ પ્રોસેસિંગ યુનિટ (એનપીયુ)થી સંપન્ન છે, જેનાથી અજોડ ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી માટે બેટરીનો ઉપયોગ 65 ટકા સુધી વધારવામાં મદદ મળે છે. નવું એન્વી X360 14 લેપટોપ એ કીબોર્ડ પર માઇક્રોસોફ્ટ કોપાઈલોટ બટન સાથેનું પ્રથમ એચપી લેપટોપ છે, જેનાથી આસિસ્ટેડ સર્ચ, કોન્ટેન્ટ જનરેશન અને અન્ય ઘણી બાબતોમાં જનરેટિવ એઆઇ ફિચર્સને સમર્થ બનાવવામાં મદદરૂપ થાય છે.

એચીપ એ રજૂ કરેલું નવું એન્વી X360 14 લેપટોપ એ મોબિલિટી, વર્સેટિલિટી અને ભવિષ્યની તૈયારીને સમર્થ કરવામાં સહયોગ આપે છે. સંપૂર્ણપણે એલ્યુમિનિયમ ચેસિસ સાથેનું X360 એ કોઈપણ સ્થળે બેસીને કંઈક તૈયાર કરવાની સ્વતંત્રતા સાથે એક પ્રિમિયમ અનુભવ પૂરો પાડે છે. વધુમાં, આ એઆઇ ક્ષમતા ધરાવે છે, તો તે સ્માર્ટ કોલોબ્રેશન અને ઉત્પાદક્તાથી સમર્થ બનાવશે. એચપી એન્વી X360 14 લેપટોપ એ વિન્ડોઝ સ્ટુડિયોથી સંપન્ન છે, જે વધુ સારા વીડિયો ફિચર્સ ધરાવે છે. એનપીયુથી સમર્થ, વિન્ડોઝ સ્ટુડિયો ઇફેક્ટ્સ એઆઇ- આધારિત સુવિધાઓ પ્રદાન કરે છે, જેમ કે, તમે આસપાસ ફરતા હોય, ત્યારે આપોઆપ ઝૂમિંગ અને ઇમેજ ક્રોપિંગને મદદ કરે છે. તે વીડિયો કોલ દરમિયાન આઇ કોન્ટેક્ટ જાળવવામાં મદદ કરે છે અને સરળ કોલબ્રેશન અનુભવ માટે બેકગ્રાઉન્ડ બ્લર તથા એઆઇ નોઇસ રિમૂવલ જેવી ઇફેક્ટ્સ પૂરી પાડે છે. પ્રેઝેન્સ સેન્સિંગ એ એઆઇ-ઇન્હેન્સ્ડ પ્રાઈવસી ફિચર્સ સાથે મદદ પૂરી પાડે છે, જેમાં ઓટોમેટિકલી લોકિંગ સ્ક્રીનનો સમાવેશ થાય છે, જેથી જ્યારે તમે ઉભા થાવ અને તમારી પાછળ કોઈ ઉભું હોય તો, સ્ક્રીને ઝાંખી પણ કરી દે છે.

નવી એચપી એન્વી X360 14 લેપટોપ એ આઇમેક્સ સર્ટિફાઈડ ડિસ્પ્લેની સાથે આવે છે, જે ગ્રાહકોને આઇમેક્સ ક્વોલિટી વિઝ્યુઅલ્સ અને પ્રિમિયમ ડિઝીટલ કન્ટેન્ટ1નો અદ્દભુત અનુભવ પૂરો પાડે છે.

સસ્ટેનિબિલિટી પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, એચપીએ નવું એન્વી X360 14 લેપટોપની ડિઝાઈન તૈયાર કરી છે, જેમાં એ કવર, સી કવર, ડી કવર તથા હીંજ કેપમાં 55 ટકા સુધી રિસાયકલ મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નવા એચપી એન્વી X360 14ના મુખ્ય ફિચર્સ નીચે પ્રમાણે છે: 

ડીસ્પ્લે

  • 14”, 2.8કે ઓએલઈડી ટચ ડિસ્પ્લે
  • 89.5%ના સ્ક્રીન ટુ બોડી રેશિયોને લીધે સ્ક્રીન વધુ મોટી જોવા માટે મોટી સ્ક્રીન રીલ એસ્ટેટ
  • મૂવી અને સિકવન્સીસ માટે આઇમેક્સ ડિસ્પ્લે સાથેનું ખાસ એક્સપાન્ડેડ આસ્પેક્ટ રેશિયો ઓફર કરે છે
  • વેરિએબલ રિફ્રેશ રેટ 48 – 120એચઝેડ

ડિઝાઈન

  • X360, ટચ અને વૈકલ્પિક પેન ઇનપુટ સાથે તમારા વિચારોને પ્રોત્સાહિત કરવાની વધુ સારી રીત
  • 5એમપી કેમેરાની સાથે તમે વધુ શ્રેષ્ઠ અનુભૂતિ કરી શકો છો અને સલામત લોગ ઇન માટે આઇઆર ફેસ રિકોગ્નાઇઝેશન
  • મેન્યુઅલ કેમેરા શટ્ટર, જે પીસીના કેમેરાને બંધ કરી દે છે, તેની સાથે ગોપનિયતા જાળવવી શકાય છે

પફોર્મન્સ

  • 14.75 કલાક સુધી ચાલે તેટલી બેટરી લાઈફ
  • વાઇ-ફાઈ 7 સાથે ઝડપી કનેક્ટિવિટી
  • ટેમ્પેરોલ નોઇસ રિડક્શન (ટીએનઆર)થી ઓડિયોની ગુણવત્તા સુધારી શકાય, જેથી પાછળથી આવતા અન્ય અવાજો ઓછા કરી શકાય
  • મલ્ટી-કેમેરાની ક્ષમતાથી મલ્ટીપલ વ્યૂ, જેનાથી કામ અને પોતાની જાતને સરળતાથી રજૂ કરી શકાય
  • વિક્ષેપકારક અવાજ ઉભો કર્યા વગર શક્તિશાળી પફોર્મન્સ માટે એડવાન્સ્ડ થર્મલ સોલ્યુશન
  • શ્રેષ્ઠ કોલબ્રેશન અને મનોરંજનના અનુભવ માટે પોલી સ્ટુડિયોનું ઓડિયો ટ્યુનિંગ

ભાવ અને પ્રાપ્યતા:

  • એચપી એન્વી X360 એ એચપી વર્લ્ડ સ્ટોર્સ અને એચપી ઓનલાઈન સ્ટોર્સ પર રૂ.99,999ની શરૂઆતની કિંમતે પ્રાપ્ય છે, જે બે કલર – મીટીઓર સિલ્વર અને એટમોસ્ફેરિક બ્લૂ રંગમાં મળશે
  • ગ્રાહકોને એચપી એન્વી X360 14ની ખરીદી પર એક મુફ્ત ક્રિએટર્સ સ્લિંગ બેગ પણ મેળશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code