ગાઝા પીસ બોર્ડમાં ભારત સામેલ થશે તો ભારતીય મૂળના બે સભ્યો હશે
નવી દિલ્હી, 19 જાન્યુઆરી 2026: ગાઝામાં શાંતિની સ્થાપના માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગાઝા પીસ બોર્ડની સ્થાપના કરી છે. આ બોર્ડનું મુખ્ય કામ વિકાસ અને શાંતિ જાળવવાનું રહેશે. ટ્રમ્પ આ બોર્ડના ચેરમેન હશે. બોર્ડમાં લગભગ 60 જેટલા સભ્યો સામેલ કરવામાં આવશે. બોર્ડમાં સામેલ થવા માટે ભારત સરકારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતે ટ્રમ્પના આ ઓફરને લઈને હજુ સુધી સત્તાવાર કોઈ જવાબ નથી આપ્યો. ભારત જો આ બોર્ડમાં સામેલ થશે તો ભારતીય મૂળના બે સભ્ય હશે.
સુત્રોના જણાવ્યા અનુસાર બોર્ડમાં વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગા મેમ્બર બની ચુક્યાં છે. બંગા ભારતીય મૂળના છે. અમેરિકાના આધીન આ નવા વર્લ્ડ ઓર્ડરમાં ભારતની એન્ટ્રી થાય છે કે કેમ તે જોવુ રહ્યું છે. જો કે, રશિયા અને ચીન જેવા દેશોને આ બોર્ડમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું નહીં હોવાનું જાણવા મલે છે.
મહારાષ્ટ્રના પૂણેમાં જન્મેલા અજય બંગા હાલ વર્લ્ડ બેંકના પ્રમુખ છે. બંગાએ પ્રારંભિત અભ્યાસ હિમાચલ પ્રદેશના સેંટ એડવર્ડ્સ સ્કૂલમાં કર્યો હતો. જે બાદ દિલ્હીની સેંટ સ્ટીફન કોલેજમાં ગયા હતા. તેમણે આઈઆઈએમ અમદાવાદમાં એમબીએની ડિગ્રી મેળવ્યા બાદ નેસ્લે કંપની સાથે જોડાયા હતા. વર્ષ 2023માં તેમની વર્લ્ડ બેંકના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી. ભારત સરકારે બંગાને પદમશ્રી પુરસ્કારથી સન્માનિત કરેલા છે. જો કે, વર્ષ 2007માં તેમણે અમેરિકાની નાગરિકતા લીધી હતી. અજય બંગાના પિતા હરભજનસિંહ બંગા ભારતીય સેનાના અધિકારી રહી ચુક્યાં છે. બંગાને હવે ટ્રમ્પે ખુબ મહત્વની જવાબદારી સોંપી છે.
આ પણ વાંચોઃમોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત બોર્ડ ઓફ પીસમાં જોડાવવા ટ્રમ્પનું આમંત્રણ


