1. Home
  2. ગુજરાતી
  3. હોળીના કલરથી એલર્જી હોય તો હવે ઘરે જ બનાવો અલગ-અલગ રંગ
હોળીના કલરથી એલર્જી હોય તો હવે ઘરે જ બનાવો અલગ-અલગ રંગ

હોળીના કલરથી એલર્જી હોય તો હવે ઘરે જ બનાવો અલગ-અલગ રંગ

0
Social Share
  • ધૂળેટી રમવાથી ડરશો નહીં
  • જો તમને રંગથી એલર્જી હોય તો
  • હવે ઘરે જ બનાવો રંગ

કેટલાક લોકો એવા હોય છે કે જેમને હાનિકારક રંગથી તકલીફ થતી હોય છે અથવા સ્કિન એલર્જી પણ થતી હોય છે. આ કારણોસર કેટલાક લોકો હોળી કે ધૂળેટી રમી શકતા નથી પણ હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે હવે ઘરે જ રંગ બનાવી શકાશે.પીળો રંગ બનાવવા માટે હળદળ પાઉડર અને બેસનને મિક્ષ કરો.તેને મિક્ષ કરીને સુકુ ગુલાલ બનાવી લો.જો તમે ભીનો રંગ બનાવવા ઈચ્છો છો તો પીળા રંગના ગલગોટાના ફૂલ લો. તેને ક્રસ કરીને પાણીમાં ઉકાળીને ભીનો રંગ બનાવો.

મજંટા રંગ બનાવવા માટે તમારે બીટની જરૂર પડશે. તેને કાપી તેને પાણીમાં આખી રાત ભરીને રાખો. તેના માટે તમે ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો. લાલ રંગ બનાવવા માટે અમુક લાલ જાસુદના ફૂલ લો. તેને સુકવી તેનો પાઉડર બનાવી લો. તેના માટે તમે લાલ ચંદનનો પણ ઉપયોગ કરી શકો છો. પાઉડરનું પ્રમાણ વધારવા માટે ચોખાના લોટને મિક્ષ કરી શકાય છે.

તે ઉપરાંત તમે લાલ રંગ બનાવવા માંગો છો તો દાડમની છાલનો પણ ઉપયોગ કરી શકો છો. લીલો રંગ બનાવવા માટે મહેંદીનો ઉપયોગ કરો. જો તમને પલાળેલા રંગ જોઈએ છે તો પાણીમાં મહેંદી પાઉડર મિક્ષ કરો. લીલો રંગ બનાવવા માટે તમે પત્તાવાળા શકભાજીને પણીમાં ઉકાળીને પણ લીલો રંગ બનાવી શકો છો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code