1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. સાદા શાકથી કંટાળ્યા હોવ તો ઘરે બનાવો દૂધીની આ ટેસ્ટી વાનગી, જાણો રેસીપી
સાદા શાકથી કંટાળ્યા હોવ તો ઘરે બનાવો દૂધીની આ ટેસ્ટી વાનગી, જાણો રેસીપી

સાદા શાકથી કંટાળ્યા હોવ તો ઘરે બનાવો દૂધીની આ ટેસ્ટી વાનગી, જાણો રેસીપી

0
Social Share

દૂધીને સામાન્ય રીતે લોકો સાદું શાક સમજીને ખાવાનું ટાળતા હોય છે, પરંતુ જ્યારે તેને ખાસ મસાલાઓ સાથે ભૂંજીને ‘ભરથો’ બનાવવામાં આવે ત્યારે તેનો સ્વાદ અદભૂત થઈ જાય છે. દૂધીનું ભરથું એક હળવો, સ્વાદિષ્ટ અને અત્યંત પૌષ્ટિક ભારતીય વ્યંજન છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં દૂધી શરીરને ઠંડક આપે છે અને પાચનતંત્રને સુધારે છે. ઓછાં તેલમાં બનતી આ વાનગી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

  • સામગ્રી

દૂધી: 1 મધ્યમ કદની (છીણેલી)
ડુંગળી: 1 (ઝીણી સમારેલી)
ટામેટાં: 2 (ઝીણી સમારેલી)
લીલાં મરચાં: 2-3 (સમારેલાં)
લસણ: 4-5 કળી (ઝીણું સમારેલું)
જીરું: 1/2 નાની ચમચી
હળદર: 1/2 નાની ચમચી
લાલ મરચું પાવડર: 1 નાની ચમચી
તેલ: 2 મોટી ચમચી
મીઠું: સ્વાદ મુજબ
કોથમીર: ગાર્નિશિંગ માટે

  • બનાવવાની રીત

સૌથી પહેલા દૂધીને છોલીને તેને છીણી લો. ત્યારબાદ તેનું વધારાનું પાણી હળવેથી નીચોવી લો. એક કઢાઈમાં થોડું પાણી નાખી છીણેલી દૂધીને 8-10 મિનિટ સુધી ચઢવા દો. ત્યારબાદ વધારાનું પાણી કાઢી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો. જીરું તતડે એટલે લસણ અને લીલા મરચાં ઉમેરી હળવું સાંતળો. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી તેને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ ટામેટાં ઉમેરી તેને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો. ગ્રેવીમાં હળદર, લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરો. હવે તૈયાર કરેલી બાફેલી દૂધી આ મસાલામાં ઉમેરો અને 5-7 મિનિટ સુધી તેલમાં બરાબર સાંતળો. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને ગેસ બંધ કરી દો. તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ દૂધીનું ભરથુ, તમે તેને રોટલી, પરાઠા કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code