
જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોવ તો માતા પિતાએ બાળકોને શિખવાડવી જોઈએ આટલી બબાતો
- જોઈન્ટ પરિવારના માતા પિતાએ રાખવું બાળક પર ધ્યાન
- બાળકને પરિવારનું મહત્વ સમજાવવું જોઈએ
સામાન્ય રીતે આજે પણ ઘણા પરિવાર એવા છે કે જ્યાં 2 થી 4 પેઢી હાલ પણ એક સાથે રહે છે, એથવા તો બે ભાઈઓ કે બે કાકાઓ સાથે રહેતા હોય છે ,વાત એ જ છે કે જો તમે સંયુક્ત પરિવારમાં રહો છો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે ક્યારેય એક બીજાને કોઈ વાતનું ખોટૂ ન લાગે નહી તો તેની સીધે સીધી અસર બાળકો પર પણ પડે છે,આવી સ્થિતિમાં સંયુક્ત પરિવારમાં રહેતા લોકોએ બાળકોને પણ પરિવાર પ્રત્યે લાગણીનું મહત્વ સમજાવવું જોઈએ.
કહેવાનો અર્થ માત્ર એ સંબંધોનું મહત્વ આપણી જેમ બાળકોને પણ સમજાવવું જોઈએ,સંબંધો કે જેને આપણે જાણ્યે-અજાણ્યે અવગણવાનો પ્રયત્ન કરીએ છીએ. સંબંધો ખરેખર એક સુંદર હોય છે જેનાથી દરેક લોકો બંધાયેલ છે. આ સંબંધોને સમજવાની અને સમજાવવાની જવાબદારી માતા-પિતાની છે. આથી તેમના માટે જરૂરી છે કે તેઓ પોતે આવા સંબંધો સાચવે, સંબંધોનું મહત્વ સમજે અને બાળકોને પણ સમજાવે.માતા પિતાએ તેમના માતા પિતાનું કે અન્ય ઘરના વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ કારણ કે તમારા બાળકો પણ તમારી પાસેથી આ શીખશે.
દરેકત માતા પિતા એ બાળકોની સામે બિનજરૂરી દલીલો ન કરો કે એકબીજામાં ઝઘડો ન કરો કારણ કે આવી બાબતો બાળકોના મન અને હૃદય પર અસર કરે છે.પરિણામે સંયુક્ત પરિવાર પ્રત્યેની પરિભાષા તેઓના માનસપટમાં બલદાય જાય છે જ
આ સહીત ભલે તમે દરરોજ સંબંધીઓને મળી શકતા નથી, પરંતુ તમારે મહિનામાં એકવાર મળવું જોઈએ અને બાળકોનો પણ પરિચય કરાવવો જોઈએ. જેથી બાળકો તેમને ઓળખી શકે.ખાસ કરીને કુંટુંબના લોકો સાથે બાળકને જોડીને રાખવાનો પ્રયાસ કરવો જોઈએ
આથી વિશેષ કે ચાર-છ મહિનામાં ઘરમાં નાની પાર્ટી કે ગેટ ટૂ ગેઘર રાખો જેમાં સંબંધીઓ સામેલ હોય. તે સામાજિકકરણ અને પરસ્પર સમજણ માટે પણ મહત્વપૂર્ણ છે. જેથી બાળકો પણ શીખે