
મુલ્તાનની માટીનો આ રીતે કરશો ઉપયોગ, તો મળશે આશ્ચર્ય કરી દે તેવા લાભ
- મુલ્તાનની માટી છે ફાયદાકારક
- પ્રદુષણથી કરશે તમારા ચહેરાની સુરક્ષા
- ચહેરાની અન્ય સમસ્યાથી મળશે છુટકારો
મુલ્તાનની માટીને પહેલાથી જ આપડા દેશમાં વરદાનરૂપી માનવામાં આવી રહી છે. આ પાછળનું કારણ છે કે મુલ્તાનની માટી અનેક રીતે ચહેરાને સુરક્ષા આપવામાં સક્ષમ છે. મુલ્તાનની માટીને ચહેરા પર લગાવવામાં આવે છે અને તેનાથી કોઈ ચેહરા પર આડઅસરો પણ થતી નથી.
આજકાલની દોડાદોડ વાળા જીવનમાં ક્યારેક સૂર્યપ્રકાશ અને વાયુ પ્રદૂષણના કારણે ચહેરાની સુંદરતા ખોવાઈ જાય છે, જેથી ચહેરાપર ડાઘ બની જાય છે. આ બધા થી છુટકારો મેળવવા માટે મુલ્તાનની માટી ફાયદાકારક છે અને તેને દહીં સાથે મિશ્રણ કરી ઉપયોગ કરવામાં આવે છે.
ખીલની સમસ્યા પણ આજકાલના યુવાનોમાં વધારે જોવા મળી રહી છે ત્યારે આ માટીનો ઉપયોગ જો કરવામાં આવે તો ખીલ કે આજે સૌથી મોટી સમસ્યા બની રહી છે તેની પણ સારવાર થઈ શકે છે, ત્વચાની સારી સંભાળ ન લેવાના કારણે તે ચહેરાની સુંદરતાને નાશ કરે છે. તેના માટે મુલ્તાની મીટ્ટી અને નીમની પેસ્ટમાં સાથે મળીને લગાવવામાં આવે છે.
મુલ્તાની મીટ્ટીનો એક ફાયદો એ છે કે તે થાકને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી દવાઓ તરીકે કામ કરે છે. શરીર પર લેપ લવાવાથી ઠંડક મળે છે. સાથે સાથે તે શરીરના રક્તનું પરિભ્રમણ વધે છે.