
- મધ્યપ્રદેશમાં કોરોનાને લઈને પ્રશાસન કડક
- બહાર નીકળવા ઈ-પાસ જરૂરી
- ઈ-પાસ ન હોવા પર થઈ શકે છે જેલ
ભોપાલ: મધ્યપ્રદેશમાં કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે હવે વધારે કડક થવા જઈ રહી છે. શિવરાજસિંહ ચૌહાણની સરકાર 22 મે થી નિયમોને વધારે કડક બનાવવાની તૈયારી કરી રહી છે અને ઈ-પાસ સિસ્ટમને લાગુ કરવામાં આવશે. આ પછી કોઈ પણ વ્યક્તિ ઈ-પાસ વગર ફરી શકશે નહી અને ઈ-પાસ એન્ડ્રોઈડ મોબાઈલ પર જ ઉપલબ્ધ હશે.
ભોપાલમાં કામ વગર બહાર આંટા-ફેરા કરનારા લોકો વિરુદ્ધ પોલીસ કડક વલણ દાખવી રહી છે અને તેમનો કોરોનાટેસ્ટ પણ કરાવીને તેમને અસ્થાયી જેલમાં રાખવામાં આવી રહ્યા છે.
આ બાબતે જિલ્લા કલેક્ટર પુરુષોત્તમનું કહેવુ છે કે લોકો જરૂરી કામ વગર બહાર નીકળીને શહેરના રસ્તા પર ફરી રહ્યા છે. જેના કારણે સંક્રમણને ફેલાવવાનો ખતરો છે. કોરોનાવાયરસનું સંક્રમણ દરેક જગ્યાએ ફેલાયેલુ છે અને તેને રોકવા માટે કેટલાક કડક પગલા લેવામાં આવે તે જરૂરી છે.
આગળ જિલ્લા કલેક્ટરે ઉમેર્યું કે શહેરને અત્યારે કોરોનાવાયરસે પોતાની ચપેટમાં લઈ લીધુ છે અને એવામાં 31 મે પહેલા રતલામ શહેરને કોરોનામુક્ત કરવામાં આવે તે માટે ખાસ પ્રકારની રણનીતિ બનાવવામાં આવી છે. આ રણનીતિ પર કામ કરવાનું મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જ કહેવામાં આવ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને સતર્ક રહેવા માટેનું વારંવાર કહેવામાં આવી રહ્યું છે.
મધ્યપ્રદેશમાં પ્રશાસન દ્વારા ઈ-પાસ લેવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તેના માટે ઓનલાઈન આવેદન આપવુ પડશે. અને બાદમાં તેને મોબાઈલમાં ડાઉનલોડ કરવુ પડશે. ઘરની બહાર નીકળવા પર પોલીસને આ પાસ બતાવવો પડશે અને જેની પાસે પાસ નહી હોય તેના વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે.