મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘આદિપુરુષ’ના એડવાન્સ બુંકિગને લઈને મહત્વની જાહેરાત, આવતીકાલથી ટિકિટ કરાવી શકશો બૂક
- ફિલ્મ આદિપુરુષનું એડવાન્સ બુકિંગની જાહેરાત
- મેકર્સે જણાવ્યું ક્યારથી થશે ફિલ્મનું બુકિંગ
મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર પ્રભાસ , બોલિવૂડ સ્ટાર સૈફઅલીખાન અને કૃતિ સનેન સ્ટાટર ફિલ્મ આદિપુરુષ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, આ ફિલ્મનું ટ્રેલર અને સોંગ બન્ને રિલીઝ કરવામાં આવી ચૂક્યા છે જેને દર્શકોનો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો છે ત્યારે ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે ફિલ્મ જોવા માટે દર્શકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે હવે ફિલ્મના મેકર્સે ફિલ્મના એડવાન્સ બુકિંગને લઈને મહત્વની જાણકારી શેર કરી છે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે ફિલ્મ રિલીઝ થવાને ગણતરીના જ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે આ ફિલ્મને દર્શકો અત્યારથી જ બ્લોકબસ્ટર કહી રહ્યા છે. તે જ સમયે, તેની આખી સ્ટારકાસ્ટ ફિલ્મને સુપરહિટ બનાવવા માટે પ્રમોટ કરવામાં આવી રહી છે તો મેકર્સે દરેક સિનેમામાં એક સીટ ભગવાન હનુમાન માટે રિઝર્વ રાખવાનો પણ નિર્ણય કર્યો છે.
જો આ ફિલ્મના એડવાન્સ બુકિંગ વિશે વાત કરીએ તો આ ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા એડવાન્સ બુકિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ ટી-સીરીઝે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી.
જાણકારી અનુસાર પ્રોડક્શન હાઉસે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ આ રવિવાર એટલે કે 11 જૂનથી શરૂ થશે.એટલે કે આવતીકાલથી આ ફિલ્મનું બુકિંગ તમે કરાવી શકશો, આશા સેવાઈ રહી છએ કે જે રીતે દર્શકો આ ફિલ્મ જોવા ઉત્સુક છે તે રીતે એડવાન્સમાં તે કરોડોની કમાણી કરી શકે છે.