
કોરોનાના NEOCOV વેરિયન્ટને લઈને WHOએ આપી મહત્વની જાણકારી
- WHOએ આપી મહત્વની જાણકારી
- NEOCOV વેરિયન્ટને લઈને કહી આ વાત
- જાણો શું છે તે જાણકારી
દિલ્હી: કોરોનાવાયરસ મહામારી કે જે અત્યારે સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની છે ત્યારે ચીનના વૈજ્ઞાનિક દ્વારા કોરોનાવાયરસના નવા વેરિયન્ટ વિશે જાણકારી આપવામાં આવી. આ જાણકારી પછી ડબલ્યુ.એચ.ઓ દ્વારા પણ કેટલીક જાણકારી આપવામાં આવી. WHOએ કહ્યું છે કે તેની ક્ષમતા અંગે વધુ સ્પષ્ટતાની જરૂર છે. ચીનની વુહાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર NeoCov SARS-CoV-2ની જેમ જ માનવ કોષોમાં પ્રવેશી શકે છે.
જો કે ચીનના વુહાન શહેર જ્યાં કોવિડ વાયરસ 2019ના છેલ્લા મહિનામાં પ્રથમ વખત જોવા મળ્યો હતો, હવે કોવિડ વાયરસના અન્ય સૌથી ખતરનાક અને જીવલેણ વેરિયન્ટ વિશે ચેતવણી રજૂ કરી છે. વુહાનના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ એક નવા પ્રકારનો વાયરસ છે. જેમાં ચેપથી મૃત્યુદર સૌથી વધુ છે. આ વાયરસ ઘણા વર્ષો પહેલા મધ્ય પૂર્વના દેશોમાં મળી આવ્યો હતો અને તે SARS-CoV-2 જેવો જ છે, જે મનુષ્યમાં કોરોનાવાયરસનું કારણ બને છે.
ચીનના રિસર્ચર્સે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં નવા પ્રકારનો કોરોનાવાયરસ શોધી કાઢ્યો છે. તેમણે પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે મ્યુટન્ટ્સની આમાં ક્ષમતા વધુ છે. નિયોકોવની શોધ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં થઈ હતી. જો કે આ નવા પ્રકારનો કોરોના વાયરસ અત્યાર સુધી ફક્ત પ્રાણીઓમાં જ ફેલાતો જોવા મળ્યો છે. BioRxiv વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે NeoCoV અને તેના નજીકના સંબંધી PDF-2180-CoV મનુષ્યને ચેપ લગાવી શકે છે. તેના ચેપની ઝડપ અને તેના મૃત્યુ દર ખૂબ જ વધારે છે.