1. Home
  2. ગુજરાતી
  3. આ ‘Lone wolf attack’ છે શું?
આ ‘Lone wolf attack’ છે શું?

આ ‘Lone wolf attack’ છે શું?

0
Social Share

સુરેશ ગાંઘી

હિંસક વરુની માફક ત્રાટકીને સામાવાળાને મારી નાખવાના એકલદોકલ વ્યક્તિએ કરેલા ઘાતકી હુમલાને લોન વુલ્ફ એટેક કહે છે. થોડી ધટનાઓ જોઇએ જેથી લોન વુલ્ફ એટેક ની ખાસીયતો ધ્યાનમાં આવે.

(૧) સ્પેનના બાર્સેલોના શહેર ના એક ભરચક વિસ્તારમાં 17 August,2017 ના રોજ એક હુમલાખોરે પોતાની કાર ને રસ્તા પરની ભીડ ઉપર ચઢાવી દઈ 14 નિર્દોષ લોકોને કચડી માર્યા.

(૨) જર્મનીના બર્લિન શહેર ના ક્રિસમસ માર્કેટમાં ટ્યુનિશિયા ના એક હુમલાખોરે ટ્રક ઘુસાડી દઈ 12 લોકોને કચડી મારેલા.

(૩) ફ્રાન્સના નીસ શહેરમાં બેસ્તાઈન ડે ના દિવસે જ્યારે લોકો ઉજવણીમાં મસ્ત હતા ત્યારે એક ભરચક લત્તામાં એક હુમલાખોરે 14 July,2016 ના રોજ ટ્રક વડે ૮૬ લોકોને કચડી નાખ્યા.

(૪) 2013 ના ઓકટોબર માં એક ઉઇગર મુસ્લિમ હુમલાખોરે બેઇજિંગ ના ટીનાનમેન ચોકમાં એક ધસમસતી કાર વડે એક ટોળાને કચડી નાખતાં ચાર ચીની નાગરિકોના મોત થયા હતા.

(૫) ત્રણ સપ્ટેમ્બર,૨૦૨૧ ના રોજ ન્યૂઝીલેન્ડના એક સુપર માર્કેટમાં એક મુસ્લિમ હુમલાખોરે છ લોકોને ચાકુના ઘા મારી ઘાયલ કરેલા.

(૬) આ લેખ લખાય છે તે દરમ્યાન જ સમાચાર પ્રાપ્ત થયા કે નોર્વે માં ૩૭ વર્ષના એક યુવકે તીર-કમાન (Bow & arrow) વડે 13 october, 2021ના રોજ ચાર નિર્દોષ મહિલાઓ અને એક પુરુષની હત્યા કરી . પોલીસની માહિતી મુજબ આ યુવકે થોડા મહિના પહેલાં જ ઈસ્લામ કબુલ કર્યો હતો.

આ બધી ઘટનાઓ વાંચ્યા પછી લોન વુલ્ફ હુમલાખોરો એક જ પ્રકારની પધ્ધતિ થી કામ કરતા હોય તેવું જણાય છે.

(૧) હુમલાખોરો ટોળીમાં નહીં પણ એકલ દોકલ હોય છે

(૨) બાઈક, કાર, ટ્રક, ચાકુ કે તલવાર જેવાં હાથવગાં સાધનો વડે હુમલા કરે છે

(૩) તેઓ અસાવધ, નિર્દોષ અને પોતાની જાતિ સિવાયના લોકોને મારે છે

(૪) તેમનો હેતુ વધુમાં વધુ ખુવારી સર્જી ત્રાસ અને ડર ફેલાવવાનો છે

ઈસ્લામિક સ્ટેટ નામના આતંકી સંગઠને પેદા કરેલો આ વ્યૂહ છે. આતંકવાદીઓનો આ ત્રીજા નંબરનો માર્ગ છે. (૧) 2001 માં અમેરિકાના ટ્વીન ટાવર પર વિમાની હુમલો કરી ત્રણ હજાર અમેરિકનોના જાન લઈ દુનિયાને સ્તબ્ધ કરી નાંખવાનો તેમનો પહેલા નંબરનો માર્ગ છે (૨) તેમનો બીજા નંબરનો માર્ગ છે પ્રસિદ્ધ વ્યક્તિ, ટ્રેન કે વિમાનનું અપહરણ. તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી મુફતી મહંમદ ની પુત્રી રુબીયા નું અપહરણ, ઇન્ડિયન ઓઈલ કમિશન ના અધિકારી કે. દોરાઈસ્વામીનું અપહરણ, સૈફુદ્દીેન સોઝ ની પુત્રી નાહિદાનું અપહરણ, ONGC ના ભૂસ્તર શાસ્ત્રી ભોળાનાથ જયસ્વાલ નું અપહરણ, અટલજીના શાસન સમયે 1999 માં કાઠમંડુ થી દિલ્હી જતા વિમાનનું અપહરણ જેવી ઘટનાઓ તેમનું બીજા નંબરનું હથિયાર છે અને (૩) લોન વુલ્ફ એટેક તેમનું ત્રીજા નંબર નું હથિયાર છે.

આપણે એવું પણ માનવાની જરૂર નથી કે આ લોકો માત્ર બિન મુસ્લિમો ને જ મારે છે. જે લોકો આતંકીઓની વિચારધારા સાથે ૧૦૦ ટકા સહમત ન હોય તેવા મુસ્લિમોને પણ મારે છે. આવી થોડી ઘટનાઓ જોઈએ.

(૧) 4 june, 2008 ના રોજ કાબુલમાં મૌલવીઓ ના એક સંમેલન પર હુમલો થયો જેમાં 14 મૌલવીઓ માર્યા ગયા. કારણ કે આ સંમેલન માં મૌલવીઓ એ પ્રસ્તાવ પારીત કર્યો હતો કે આત્મઘાતી હુમલા કરવા તે ઇસ્લામની વિરૂદ્ધ છે.

(૨) મિસર માં શુક્રવારની નમાજ સમયે અલ વારિસ શહેરની મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો જેમાં 305 જેટલા નમાજી ઓ માર્યા ગયા. કારણકે આ લોકો કટ્ટરવાદીઓ સાથે 100 ટકા સહમત ન હતા.

(૩) 7 June,2017 ના રોજ ઈરાનની સંસદ માં બુરખા પહેરી હુમલાખોર ત્રાટક્યા અને 12 મુસ્લિમોને મારી નાખ્યા અને 50 ને ઘાયલ કર્યા.

(૪) અમદાવાદમાં 2008 માં થયેલા વિસ્ફોટોમાં મહત્વની ભૂમિકા ભજવનાર ઉસ્માન અગરબત્તી વાલા પાસેથી જે ઓડિયો સીડી મલી તેમાં આતંકવાદીનો વિરોધ કરનાર મુસ્લિમોના પણ ગળા કાપી નાખવાનું ફરમાન જાહેર કર્યું છે.

આપણે એ જાણવાની જરૂર છે કે આની પાછળ વિચારધારા શી છે ?
દુનિયાના માનસ શાસ્ત્રીઓ આ આત્મઘાતી મનોવૃત્તિને સેમસન સિન્દ્રોમ કહેછે. અત્યંત બલવાન સેમસન ની વાર્તા બાઇબલમાં છે. પ્રાચીન સમયમાં પેલેસ્ટાઇન ના ગાઝા ના આ અતિ બળવાન સેમસન ને તેના વિરોધીઓએ એક મંદિરમાં કેદ કર્યો. વિરોધીઓના સકંજામાંથી મુક્ત થવાની કોઈ શક્યતા ન જોતાં મંદિરના થાંભલાઓ ને પકડી પ્રચંડ તાકાતથી સેમસને આખા મંદિરને ધરાશાયી કરી નાખેલું, જેમાં સેમસન પોતે તો મૃત્યુ પામ્યો પણ સાથે સાથે મંદિરમાં ઉપસ્થિત તમામ વિરોધીઓનો પણ સર્વનાશ થયો. આ વાર્તા પરથી સેમસન એન્ડ ડીલાઈલાહ નામની ફિલ્મ પણ બનેલી છે. બિલકુલ આ જ ઢંગ થી આત્મઘાતી કામ કરેછે.”હું તો મરીશ પણ તમને બધાને પણ મારી નાખીશ” તેવી ઝનૂની વૃત્તિથી તેઓ હિંસા આચરે છે.

આ સમગ્ર વિચારધારાને તાત્વિક સ્વરૂપ આપતાં પ્રખર ઈસ્લામિક વિચારક અને ધર્મગુરુ જમાલુદ્દીન અફઘાની એ કહ્યું છે કે જેને દુનિયા ધર્મ (Religion) કહેછે તે ઈસ્લામ માત્ર ધર્મ નથી પણ વાસ્તવમાં સભ્યતા (culture) છે, જેનામાં વિશ્વશક્તી બનવાની અપાર ક્ષમતા છે. બીજી માન્યતા એ છે કે અગર વિશ્વશક્તિ બનવુ હશે તો શાંતિ ના માર્ગે નહીં પણ હિંસા દ્વારા જ બની શકાશે. સત્તા Blood shed થી જ લેવી જોઇએ Peace through economic progress થી નહીં… આ વિચારકોની ત્રીજી આસ્થા એ છે કે વિશ્વશક્તિ બનવાનું ઝનૂન તેમના મઝહબ માં જ પડેલું છે. માટે જ પ્રત્યેક લોન વુલ્ફ એટેક વખતે ‘ અલ્લાહુ અકબર’ ના નારા સંભળાય છે.

પેરિસની એક શાળામાં ઇતિહાસ શિક્ષક સેમ્યુઅલ પેટીએ વર્ગમાં મહંમદ સાહેબ નું કાર્ટૂન બતાવ્યું તો મોસ્કોના અઢાર વર્ષ ના અબ્દુલ્લાખ નામના યુવકે અલ્લાહુ અકબરના નારા સાથે દિનાંક 17/10/2020 ના રોજ શિક્ષક નું ગળું કાપી નાખ્યું હતું. તેવી જ રીતે ફ્રાન્સના નીસ શહેરમાં નોત્રદામ ચર્ચમાં એક ટ્યુનિશિયન મુસ્લિમ યુવકે બે મહિલા અને એક નાગરિકની હત્યા કરી ત્યારે તેના હાથમાં પવિત્ર કુરાન હતું અને પોતે ધાયલ હોવા છતાં અલ્લાહુ અકબર ના નારા પોકારતો હતો. આવા પ્રસંગો ના તો ઘણા દૃષ્ટાંતો ટાંકી શકાય તેમ છે.

વધુમાં આત્મઘાતી હુમલાખોર ના માટે જન્નતમાં ૭૨ હૂરો મેળવવાનું સ્વપ્ન ભારે આકર્ષણનો મુદ્દો રહ્યો છે.

પાકિસ્તાની પત્રકાર આરિફ જમાલે આ વિશે એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે The untold story of Jihad in Kashmir.તેમણે પોતાના આ પુસ્તક માં ૬૦૦ જેટલા જિહાદી ઓના અંતિમ પત્રોનો અભ્યાસ કરીને લખ્યું છે કે’, शायद ही कोई पत्र हो जिस में जिहाद में मरने के बाद जिन्नत में मिलनेवाली ७२ हुरों का जिक्र न किया गया हो ‘

આ આત્મઘાતી હુમલાખોરનું બ્રેઈન વોશ કેટલી હદે થતું હોય છે તેની ખુબ રોચક માહિતી સિરિયા ની સેનાના એક સેનાધિકારીએ આપી છે. સિરિયા ની એક લશ્કરી ટુકડીએ આ આત્મઘાતીઓ ને પકડીને તેમની તપાસ કરી તો તેમના ખિસ્સામાં થી મહિલાઓના અંડરગારમેન્ટ્સ નીકળેલા. આવા મહિલાઓના વસ્ત્રો બાબતે વધુ પૂછપરછ કરી તો તેમણે કબૂલ કરેલું કે” અગર અમે શહીદ થઈશું તો અમને જન્નત માં મળનારી ૭૨ હુરો માટે આ અંડર ગારમેન્ટ લઈ જઈ રહ્યા છીએ.”

ઉપરોક્ત સમાચાર ૨૮ જુલાઈ, ૨૦૧૭ના નવ ગુજરાત સમય માં પણ છપાયા હતા.

અત્યાર સુધી દુનિયામાં ચાલી આવતા આતંકવાદને peace time war કહેવાનો રિવાજ હતો પણ ઈરાક, સિરિયા અને અફઘાનિસ્તાનમાં બનતી ઘટનાઓ પછી હવે આતંકવાદ ધાર્મિક વ્યાખ્યામાંથી નીકળી જઈને war time war નું સ્વરૂપ પકડીને રાજકીય વિચારધારા બનતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. હવે Islam ને State સાથે સાંકળી Islamic State નામનો નવો શબ્દ દુનિયા સાંભળી રહી છે.

સંપૂર્ણ માનવજાત સામે નો આ એક મોટો પડકાર છે. હવે તો જોવાનું એ રહયું કે વિશ્વના માંધાતાઓ આ પડકારને કેવી રીતે ઝીલેછે. અસ્તુ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code