1. Home
  2. ગુજરાતી
  3. અફઘાનિસ્તાનની વણસતી સ્થિતિઃ તાલિબાનીઓ એ કંઘાર જેલ તોડીને કેટલાક કેદીઓને છોડાવ્યા
અફઘાનિસ્તાનની વણસતી સ્થિતિઃ તાલિબાનીઓ એ કંઘાર જેલ તોડીને કેટલાક કેદીઓને છોડાવ્યા

અફઘાનિસ્તાનની વણસતી સ્થિતિઃ તાલિબાનીઓ એ કંઘાર જેલ તોડીને કેટલાક કેદીઓને છોડાવ્યા

0
Social Share
  • અફઘાનિસ્તાનની હાલત કફોળી
  • તાલીબાનીઓનો વધી રહ્યો છે આતંક
  • તાલીબાનીઓ એ કંઘાર જેલ તોડી કેદીઓને છોડાવ્યા

દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનીઓનો સતત આતંક વધતો જોવા મળી રહ્યો છે,ઘીમે યગીમે અફઘાનમાં તાલિબાનીઓ સક્રિય બની રહ્યા છે,અને પોતાની નાપાક હરકતોને અવારનવાર અંજામ આપતા જોવા મળી રહ્યા છે..અફઘાનના અનેક વસ્તારો પર પોતાનો કબ્જો જમાવી ચૂકેલા તાલિબાન દ્વારા ફરી એક વખત એફઘાનમાં મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે

મળતી  માહિતી પ્રમાણે ફતાલિબાનીઓ દ્વારા કંઘાર જેલને તોડી હતી અને તેમાં કેદ કરવામાં આવેલા પોતાના કેકેટલાંય રાજનૈતિક કેદીઓને છોડાવ્યા છે. આ સાથે જ તાલિબાનીઓ એ આ જે કૃત્ય કર્યું હતું તેનો એક વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો છે.

ગત મહિને તાલિબાને પણ આ જેલ પર હુમલો કર્યો હતો. પરંતુ કેદીઓને મુક્ત કરવામાં તેને કોઈ સફળતા મળી ન હતી. બુધવારે તેણે ફરી સંપૂર્ણ શક્તિ સાથે કંઘાર જેલ પર હુમલો કર્યો. આવા હુમલાઓ દ્વારા અફઘાન સરકારને સીધો પડકાર આપવામાં આવી રહ્યો છે.

આ સાથે જ તાલિબાન આતંકવાદીઓએ અફઘાન સેનાના મુખ્ય મથક કુંદુઝ પ્રાંતમાં પણ કબજે કર્યું હતું. મંગળવારે તાલિબાનોએ પૂર્વોત્તર બદખાશાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદ પર કબજો કર્યો હતો. તાલિબાને છેલ્લા પાંચ દિવસમાં નવ પ્રાંત રાજધાનીઓ કબજે કરી છે.

ઉલ્લેખનીય છે કે કંઘાર જેલ એ છે કે જ્યાંથી ગયા મહિને ભારતીય દૂતાવાસમાં તૈનાત લગભગ પચાસ ભારતીય ડિપ્લોમેટસને પરત બોલાવી લેવાયા હતા. તાલિબાનની તરફથી સતત હિંસાના લીધે ડિપ્લોમેટસની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને ભારત પાછા બોલાવી લેવાની કવાયત હાથ ધરાી હતી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code