1. Home
  2. ગુજરાતી
  3. ચીનમાં એક નિયમથી આ ઉદ્યોગપતિએ અરબપતિનો દરરજો ગુમાવ્યો
ચીનમાં એક નિયમથી આ ઉદ્યોગપતિએ અરબપતિનો દરરજો ગુમાવ્યો

ચીનમાં એક નિયમથી આ ઉદ્યોગપતિએ અરબપતિનો દરરજો ગુમાવ્યો

0
Social Share

દિલ્હીઃ ચીનના લેરી ચેન પહેલા સ્કૂલ શિક્ષક હતા અને તેઓ 6 મહિના પહેલા દુનિયાના સૌથી અમીલ લોકોમાં સામેલ હતા. જો કે, હવે તેમણે અરબપતિનો દરરજો ગુમાવ્યો છે. ચીને પોતાના ત્યાં ખાનગી શિક્ષાને લઈને આકરા નિયમ બનાવ્યાં છે જેથી લેરી ચેનની નેટવર્થ હવે 336 મિલિયન ડોલર રહી ગઈ છે.

બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર Gaotu Techedu Inc. ના સંસ્થાપક, અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી લેરી ચેનની કુલ સંપતિ હવે 336 મિલિયન ડોલર છે. તેનું કારણ શુક્રવારે ન્યૂયોર્ડ ટ્રેડિંગમાં તેમની ઓનલાઈન ટ્યુકરિંગ ફર્મના શેયરમાં લગભગ બે-તૃતિંસનું ગાબડું પડ્યું છે. શનિવારે ચીને સ્કૂલના પાઠ્યક્રમને ફાયદો કમાવવા, રકમ એકત્ર કરવા અથવા સાર્વજનિક કરવાને અટકાવવા માટે એક નિયમ જાહેર કર્યો છે. આ ચેન માટે મોટો ફટકો છે. જાન્યુઆરી અંતથી ગાઓટુના સ્ટોકમાં ઘટાડા બાદ 15 બિલિયન ડોલરથી વધારેનો ફટકો લાગ્યો છે.

ચેને સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, ગાઓટુ નિયમોનું પાલન કરશે અને સામાજીક જવાબદારી પુરી કરશે. આ નિયમ બાદ ચેન એકલાની પરંતુ અન્ય લોકોને પણ ભારે અસર થઈ છે.  ચેન દ્વારા વર્ષ 2014માં ગાઓટુની સ્થાપના કરવામાં આવી હતી. આ પહેલા જીએસએક્સ કહેવાતું હતું અને સ્ટોકમાં 2017માં શરૂઆત કરી હતી. 27મી જાન્યુઆરીના ઉચ્ચ સ્તરથી 13 ગણા વધારે વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ હવે ગાઓટુના શેર 98 ટકા ટુટી ચુક્યાં છે.

100 બિલિયન ડોલરના ખાનગી ટ્યુટરિંગ અને ઓનલાઈન શિક્ષા ક્ષેત્રે ચીનના અત્યાર સુધીના કઠોર પ્રતિબંધોને ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટથી લઈને ટેમાસેક હોલ્ડિંગ્સ પીટીઆઈ સુધીના રોકાણકારો પ્રભાવિત થયાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code