1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા ડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો અમલ કરાશે
દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા ડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો અમલ કરાશે

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા ડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો અમલ કરાશે

0
Social Share

દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના વધતા ખતરાને જોતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવાનું રાખજો. આ સમયે બજારોમાં ભારે ભીડ છે પરંતુ લોકોએ માસ્ક પહેર્યા નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે આ વખતે અમે કોરોના સામે લડવા માટે 10 ગણા તૈયાર છીએ અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન દિલ્હીમાં લાગુ કરવામાં આવશે. ઓમિક્રોનને લઈને ચિંતા કરવાની જરૂર નથી.

સીએમ કેજરીવાલે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં 0.5 ટકા પોઝિટિવીટી રેટ છે અને અમે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે યલો એલર્ટના લેવલ-1નો અમલ કરી રહ્યા છીએ. પ્રતિબંધોનો વિગતવાર આદેશ જારી કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ તેનો અમલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોવિડના કેસ હળવા છે, ચેપના કેસમાં વધારો થવા છતાં ઓક્સિજન અથવા વેન્ટિલેટરનો ઉપયોગ વધ્યો નથી.

જ્યારે કોવિડ ચેપ દર સતત બે દિવસ સુધી 0.5 ટકાથી વધુ રહે ત્યારે ‘યલો’ એલર્ટ જારી કરવામાં આવે છે. આમાં નાઇટ કર્ફ્યુ લાદવો, શાળાઓ અને કોલેજો બંધ કરવી, ઓડ-ઇવન ધોરણે બિન-આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવી અને મેટ્રો ટ્રેન અને જાહેર પરિવહન બસોમાં મુસાફરોની બેઠક ક્ષમતા અડધી કરવી જેવા પગલાંનો સમાવેશ થાય છે. કોવિડ -19 ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ નાઇટ કર્ફ્યુ લાદ્યો છે જે આગામી આદેશો સુધી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,  ભારતના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના 653 કેસ નોંધાયા છે, જેમાંથી 186 લોકો સાજા થઈ ગયા છે અથવા વિદેશ ગયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 167 કેસ છે. આ પછી દિલ્હીમાં 165, કેરળમાં 57, તેલંગાણામાં 55, ગુજરાતમાં 49 અને રાજસ્થાનમાં 46 કેસ નોંધાયા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code