1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં સરકારી નોકરીમાં વયમર્યાદા બિન અનામત માટે 36 વર્ષ અને અનામત માટે 41 વર્ષની રહેશે
ગુજરાતમાં સરકારી નોકરીમાં  વયમર્યાદા બિન અનામત માટે 36 વર્ષ અને અનામત માટે 41 વર્ષની રહેશે

ગુજરાતમાં સરકારી નોકરીમાં વયમર્યાદા બિન અનામત માટે 36 વર્ષ અને અનામત માટે 41 વર્ષની રહેશે

0

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપની ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. અને લોકહિતના નિર્ણયો લઈને લોકચાહના મેળવી રહી છે. કોરોનાકાળમાં શિક્ષણ, સરકારી ભરતી પ્રક્રિયા અટવાઈ ગઈ હતી. પરિણામે નવી ભરતીમાં ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે સરકારે ભરતીની વય મર્યાદામાં એક વર્ષનો વધારો કર્યો છે. એટલે કે બિન અનામત ઉમેદવારો માટે હવે વય મર્યાદા 36ની રહેશે જ્યારે અનામત ઉમેદવારોની વય મર્યાદા 41 વર્ષની રહેશે. આ નિર્ણય આગામી 31-8-22 સુધીની ભરતી પ્રક્રિયા દરમિયાન જ રહેશે. આ સાથે ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.

રાજ્ય સરકારે તમામ ખલી જગ્યાઓ સત્વરે ભરી દેવાનું ટાઈમ ટેબલ નક્કી કર્યું છે. સરકારના જુદા જુદા વિભાગોમાં અનેક જગ્યાઓ ખાલી છે. બીજીબાજુ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા પણ વધતી જાય છે. રાજ્યમાં પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ-લોકરક્ષકથી લઈને પીએસઆઈ સુધીની અનેક જગ્યાઓ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ હસ્તક વિવિધ પોલીસ સંવર્ગની 27847 જગ્યા ભરવાનો મહત્ત્વનો નિર્ણય કરાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં 19 સપ્ટેમ્બર 2021ને રવિવારના દિવસે ભરતી બોર્ડના અઘ્યક્ષો સાથે બેઠક યોજીને સવિસ્તૃત સમીક્ષા કરી હતી અને ભરતીપ્રક્રિયા ઝડ૫થી પૂર્ણ કરવા માટે તમામ ભરતી બોર્ડના અઘ્યક્ષોને જરૂરી આદેશો કર્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શિક્ષિત યુવાઓને રોજગારી પ્રાપ્ત થાય એ માટે રોજગારીની નવી તકો ઉપલબ્ધ બનાવીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ભરતીપ્રક્રિયાનું આયોજન કરાયું છે. આ નિર્ણયના ફળસ્વરૂપે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનશે તેમજ આ ભરતીને લીધે પોલીસદળમાં વધુ સંખ્યામાં કર્મચારીઓ ઉપલબ્ધ થવાથી ગુજરાતના નાગરિકોને વધુ સારી પોલીસસેવા પ્રાપ્ત થશે અને રાજ્યની સુરક્ષામાં વધારો કરવા માટેના રાજ્ય સરકારનાં પગલાં વધુ બળવત્તર બનશે.   (File photo)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.