
પાકિસ્તાનમાં મોંધવારીનો માર, વીજળી બિલમાં ભારે વઘારો થતા લોકો રસ્તા પર વિરોઘમાં ઉતર્યા
દિલ્હીઃ- પાકિસ્તાનમાં હાલ ચારેતરફ મોંઘવારીનો માર ચાલી રહ્યો છે ત્યારે હવે વિજળી બીલને લઈને પણ વિવાદ સર્જાયો છો લોકો હવે વિદળીના વઘતા બિલનો વિરોઘ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. કારણ કે અહીં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે.
આખા દેશમાં મોંઘવારીને લઈને હોબાળો છે. ઓગસ્ટની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીમાં શરૂ થયેલા વીજળીના ભાવમાં વધારો સામે વિરોધ હવે આખા દેશમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયો છે. અહીં હજારો લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ઘણા શહેરો અને નગરોમાં વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે.
વિરોધ પ્રદર્શન જોઈને પાકિસ્તાન સરકારના હાથ પગ ફૂલી ગયા. ઉતાવળમાં વચગાળાના વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે તાત્કાલિક બેઠક બોલાવવી પડી હતી. તેમજ 48 કલાકમાં રસ્તો કાઢવાની ફરજ પડી હતી. લોન માંગવાની આદતએ હોબાળો મચાવ્યો છે પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ થઈ રહી છે. દરરોજ તે એક યા બીજા દેશ સામે હાથ લંબાવવાનો વારો આવ્યો છે.
હવે આવી સ્થિતિમાં વિજળીના ભાવમાં વધારાને કારણે મુશ્કેલીઓ વધી છે અને પાકિસ્તાનમાં લોકોને રસ્તા પર ઉતરવાની ફરજ પડી છે. જો કે, પાકિસ્તાનના ખૂણે-ખૂણે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ફરિયાદ કરે છે કે તેમના વિસ્તારમાં 4,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે, પરંતુ તેમ છતાં તેમને કોઈ રાહત નથી મળી રહી. લોકો ત્રાહિતામ પોકારી ઉઠ્યા છે.
tags:
pakistan