1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ મામલે કોર્ટે 7 આતંકીઓને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ
વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ મામલે  કોર્ટે 7 આતંકીઓને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ

વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ મામલે કોર્ટે 7 આતંકીઓને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ

0
Social Share
  • વર્ષ 2017 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટની ઘટના
  • દોષી કરાર 8 આતંકીઓમાં કોર્ટે 7 ને ફાસીની સજા સંભળાવી, 1ને ઉમ્રકેદ

દિલ્હી- વર્ષ 2017માં ભોપાલ -ઉજ્જૈન વચ્ચે ચાલતી પેસેન્જર ટ્રેનમાં બ્લાસ્ટ કરવાની ઘટના બની હતી ત્યારે હવે આ ઘટના સાથએ સંકળાયેલા આતંકીઓને હવે સજા મળી છે.આચલા વર્ષ બાદ તેમના સામે કડક સજાનો આદેશ અપાયો છે.ઉલ્લેખનીય છે કે ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં કુલ 9 આતંકીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ આતંકીઓમાંથી એક સૈફુલ્લાહ લખનઉના કાકોરીમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ બ્લાસ્ટ કેસમાં ઉત્તરપ્રદેશની લખનૌ NIA કોર્ટે સાત આતંકીઓને ફાંસીની સજા ફટકારી છે. જ્યારે એક આરોપીને આજીવન કેદની સજા સંભળાવામાં આવી છે. આ આતંકવાદીઓને NAI કોર્ટે 24 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવ્યા હતા ત્યારે હવે તેઓને સજા આપવામાં આવી છે.

 વિતેલા દિવસને મંગળવારે તમામ આતંકીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે આ ચૂકાદો આવ્યો હતો આ એ આતંકીઓ છે કે જેઓને ફાસીની સજા સંભળવામાં આવી છે જેમાં મોહમ્મદ ફૈઝલ, ગૌસ મોહમ્મદ ખાન, મોહમ્મદ અઝહર, આતિફ મુઝફ્ફર, મોહમ્મદ દાનિશ, સૈયદ મીર હુસૈન, આસિફ ઈકબાલ રોકીનો સમાવેશ થાય છે. આ સાથે જ મોહમ્મદ આતિફ ઈરાનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code