1. Home
  2. ગુજરાતી
  3. REVOઈમેગેઝિન
  4. વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ‘સાયકોલોજીકલ ઇમ્યુનિટી’ ઉપર ધ્યાન આપવું જરૂરી
વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ‘સાયકોલોજીકલ ઇમ્યુનિટી’ ઉપર ધ્યાન આપવું જરૂરી

વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે ‘સાયકોલોજીકલ ઇમ્યુનિટી’ ઉપર ધ્યાન આપવું જરૂરી

0
Social Share

ભૂતકાળમાં વિશ્વએ મેડિકલ ઇમરજન્સી એટલે કે કોરોનાની મહામારીનો સામનો કર્યો હતો. હજુ તો આપણી સ્મૃતિમાં નવી ઘટનાઓનો ઉમેરો થાય તે પહેલાં વૈશ્વિક દેશોની વચ્ચે જેમ કે રશિયા – યુક્રેન તેમજ ઈઝરાયલ, ઈરાન, અને હમાસ જેવા દેશોની વચ્ચે કેટલાક યુદ્ધ થઈ રહ્યા છે તેની સીધી અસર વૈશ્વિક મોંઘવારી સામે થઈ રહી છે જેથી કરીને લોકો ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરે છે. માનસિક સમસ્યા થવાની પાછળ આર્થિક સંકટ પણ એક મોટું કારણ કહી શકાય.

માનસિક સમસ્યા મનોભાર, ચિંતા, અન્ય મૂડ વિકૃતિ, વર્તણૂક સાથે સબંધિત સમસ્યા, બીજી ઘણી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે શારીરિક તંદુરસ્તી માટે આપણા શરીરમાં ‘ઇમ્યુનિટી સિસ્ટમ’ નું હોવું જરૂરી છે. આપણે ‘ઇમ્યુનિટી સિસ્ટમ’ની  મદદથી શારીરિક બીમારીને હરાવી શકીએ છીએ, તે જ રીતે વર્તમાન સમયમાં આપણા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તેમજ માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે આપણે ઘણા પ્રયત્નો કરવા જરૂરી છે. જેના માટે આપણી ‘સાયકોલોજીકલ ઇમ્યુનિટી’ ઉપર ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચોઃ સ્માર્ટ ટેકનોલોજીની દુનિયામાં ઉજ્જવળ ભવિષ્ય સાથે ઘૂંટાતું માનવજીવન

પોઝિટિવ થિંકિંગ, ક્ષેમકુશળતા(wellbeing), ક્વોલિટી ઓફ લાઈફનો ખૂબ જ મોટો ફાળો છે. જેને સમજવા માટે પોઝિટિવ સાયકોલોજીનો તેમજ ઈમોશન સાયકોલોજીનો એક મોટા પ્રમાણમાં ફાળો રહેલો છે. પોઝિટિવ સાયકોલોજીના ફાઉન્ડર માર્ટિન સેલિંગમેન ઓળખવામાં આવે છે જેઓએ પોઝિટિવ થિંકિંગ માટે ઘણા સિદ્ધાંતો આપ્યા છે. તદુપરાંત આપણે કઈ રીતે આપણા જીવનમાં આવતી માનસિક સમસ્યાઓનો યોગ્ય રીતે સામનો કરી શકીએ અને આપણે તેમાં સુખી – આનંદીત જીવન જીવી શકીએ તેના માટે કેટલી એક્સરસાઇઝ અથવા માનસિક કસરતોના વિષયનો અભ્યાસ કરી અને તેના ખ્યાલો વિશે તેમને માહિતી આપેલી છે. માર્ટિન સેલિંગમેન દ્વારા PERMA કરીને મોડેલ આપવામાં આવ્યું છે.

  1. P – Positive emotion (વિધાયક લાગણી)
  2. E – engagement (જોડાણ)
  3. R – relationship (સંબંધ)
  4. M – meaning (અર્થ)
  5. A – accomplishment (સિદ્ધિ)
  1. વિધાયક લાગણી

માનવી તરીકે આપણે જે વસ્તુઓ અથવા ઘટનાઓનો અનુભવ કરીએ છીએ ત્યારે તેના માટે આશાવાદી માટે પ્રેરિત થવું જરૂરી છે. જ્યારે આપણે સારું અનુભવીએ છીએ ત્યારે આપણે હકારાત્મક લાગણીઓને આપણા જીવનમાં અનુભવ કરી શકીએ છીએ. પરતું જ્યારે નકારાત્મક લાગણીઓનો અનુભવ થાય ત્યારે આપણે શું કરવું જોઈએ તેના વિશે સાંજ હોતી નથી.

હકારાત્મક લાગણીઓ એ આપણી કેટલીક સકારાત્મક પ્રવૃત્તિથી આપણને અસંખ્ય રીતે મદદ કરે છે. જ્યારે નકારાત્મક લાગણીઓ અનુભવ થાય ત્યારે હકારાત્મક લાગણી એ વધુ સારી રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનવાનો પણ સમાવેશ થાય છે. હકારાત્મક લાગણીઓ આપણને ટેકો આપી શકે તે માટે, આપણે સૌ પ્રથમ એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આપણી મૂળભૂત જરૂરિયાતો  એ પૂરી થાય. મૂળભૂત જરૂરિયાતોમાં પર્યાપ્ત ખોરાક, પાણી, આરામ અને પૂરતી ઊંઘનો સમાવેશ થાય છે. જ્યારે આ જરૂરિયાતો પૂરી થાય છે, ત્યારે વ્યક્તિને બૌદ્ધિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ, સંબંધો અને પરિપૂર્ણ કાર્ય જેવી આપણી હકારાત્મક લાગણીઓને કઈ બાબત વધુ વેગ આપી શકે છે.

  1. જોડાણ

જોડાણને કેટલીક વખત ‘ફ્લો’ તરીકે પણ ઓળખવામાં આવે છે (સીસિક્ઝેન્થમિહાલી, 2002). આ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે આપણા જીવનને આનદીત દેતી પ્રવૃત્તિઓ, ફરજો અને કાર્યોમાં સંપૂર્ણપણે વ્યસ્ત અને વ્યસ્ત થઈ જઈએ છીએ. આપણે ધ્યેય પ્રાપ્ત કરવાના એવા પ્રવાહની સ્થિતિમાં હોઈએ છીએ, ત્યારે આપણે માત્ર રોકાયેલા જ નથી હોતા, પરંતુ આપણને આ વસ્તુઓ પ્રત્યે ઉત્કટતા અને પ્રતિબદ્ધતાનો વિશ્વસનીય સ્રોત પણ મળે છે. જ્યારે આવું બને છે, ત્યારે વિધાયક ઊર્જા મેળવી શકીએ છીએ અને આપણે જે પ્રવૃત્તિઓ માટે પ્રતિબદ્ધ છીએ તેનો આનંદ માણી શકીએ છીએ.

  1. સંબંધો

વ્યક્તિના જીવનમાં સંબંધોએ આપણી સુખાકારી અને સુખની ભાવનાનો એક નિર્ણાયક ભાગ છે. આ સંબંધોની પ્રામાણિકતા એ મિત્રો, પરિવાર, પ્રિયજનો અને આપણા વ્યાપક સામાજિક વર્તુળ સાથેના આપણા આદાનપ્રદાનના ઊંડાણની નોંધપાત્ર અસર પડે છે. હકારાત્મક સબંધ એ પ્રેરણાદાયક જોડાણો અને વધારે હકારાત્મક લાગણીઓ તરફ દોરી જાય છે. જે આપણને સાંભળવાની, જોવામાં અને સામાજિક સમર્થન મળવાની અનુભૂતિ કરવા સક્ષમ બનાવે છે. 

  1. અર્થ

આપણાં જીવનમાં ધ્યેયનો ચોક્કસ નિર્ણય એ જરૂરી છે જે આપણાં હેતુ વિના શક્ય નથી. હેતુની મદદથી ભાવનાત્મક લાગણીઓનું સર્જન  અને તેના સંચાલન અને મેનેજમેન્ટ કરવામાં માનવીના  સમુદાયનો ફાળો ખૂબ જ વધુ અગત્યનો છે. કોઈ વસ્તુ અથવા પોતાના જીવનના અર્થઘટનમાં પોતાના વિશે શું વિચારો અને કેવી માન્યતાઓ ધરાવો છો તેનો પણ તેમાં સમાવેશ થાય છે. અને તેમાં કેવી માન્યતાઓને અધિકૃત કરી કઈ રીતે જીવો છો તેવું તમને કેટલું સારું લાગે છે તેનો પણ તેમાં સમાવેશ થાય છે.

સુખ અને સુખાકારીની ભાવના માત્ર કોઈ હેતુ અથવા અર્થ શોધી કાઢવામાંથી જ ઉદ્ભવતી નથી પરંતુ  તે એવી લાગણીમાંથી આવે છે તે માટે આપણી યોગ્ય ધ્યેય અને તેના નિર્ણયાત્મક પાસા સાથે સંકળાયેલ છે.

5. સિદ્ધિ કે સફળતા:

સિદ્ધિ એટલે માત્ર સફળતા કે જીતની પ્રબળ ભાવના જ નહીં. તે એ બાબતનો પણ ઉલ્લેખ કરે છે કે હકારાત્મક અને પ્રગતિશીલ રીતે આપણે આપણી જાતને કેટલી બધી પડકારીએ છીએ, જે આપણને વ્યવહારિક અને ભાવનાત્મક એમ બંને રીતે આપણી શક્તિઓ અને કૌશલ્યોને વધુ વિકસાવવા માટે સક્ષમ બનાવે છે. સિદ્ધિ મેળવવા માટે શક્ય હોય તેટલા પરંતુ પોતાની રુચિ, શક્તિ અને મનોવલનોના આધારે ધ્યેયો નક્કી કરીને પણ સિદ્ધિ મેળવી શકાય છે, જે આપણે વાસ્તવિક રીતે વિચારીને તેનું અર્થઘટન કરીને તેની નોંધ લઈને આપણે સકારાત્મક સિદ્ધિ મેળવી શકતા હોઈએ છીએ ત્યારે આપણા સુખાકારીની લાગણીમાં વધારો થાય છે.

આ પણ વાંચોઃ સ્કોપઃ દક્ષિણ આકાશમાં અત્યારે  દૈદીપ્યમાન નક્ષત્ર સ્પષ્ટ દેખાય છે

આ મોડેલ અનુસાર આ તમામ પાસાં પર આધારિત કામ કરવામાં આવે તો આપણે ચોક્કસ સફળતા તેમજ સુખાકારી ની પ્રાપ્તિ કરી શકીએ છીએ. જેના માટે પોજીટીવ મનોવિજ્ઞાનમાં કેટલાંક સાયકોલોજીકલ એક્ટિવિટી વિશે સમજાવવામાં આવ્યું છે જેના વિશે સમજૂતી મેળવીશું :

  1. પોતાના માટે ગ્રેટીટ્યુડ જર્નલ લખવાની ચાલુ કરો. આપણાં દૈનિક જીવનમાં થતી સારી ઘટનાઓ માટે પોતાની પ્રશંસા કરો અને તેને તમારી ડાયરીમાં લખો. આ યુનિવર્સલનો આભાર માનો કે તમને સફળતા મળે છે. તમારા નેગેટિવ વિચારો ને પણ તેમાં નોંધો અને તેના માટે વિધાયક પ્રવૃત્તિ અને વિચારોને નોંધો.
  2. તમારા જીવનમાં માઇનડફૂલનેસ પ્રવૃત્તિને ભાગ બનાવો. માઇન્ડફૂલનેસ પ્રવૃત્તિ એ મગજમાં આવેલ જ્ઞાનતંતુઓના કાર્યમાં વધારો કરે છે. વિચાર પ્રક્રિયાને શાંત અને નિયંત્રિત કરવા માટે અગત્યનો ભાગ ભજવે છે.
  3. પોતાની જાત સાથે પ્રેમથી વ્યવહાર કરો. કેટલીક પરિસ્થિતિમાં આપણે પોતાની જાતને નુકસાન પહોંચાડીએ છીએ. તેમજ પોતાને જ ખોટા શબ્દો બોલતા હોય છે તેની નકારાત્મક અસર કેટલીક વખત આપણાં વર્તન ઉપર પણ થતી હોય છે. તેથી જ્યારે પણ ઉદાસ થઈ જાઓ અથવા અસંષતુટતા સમયે પોતાને ધિકારવા ની જગ્યાએ પોતાની જાત સાથે પ્રેમ કરો
  4. તમારો સમય વિધાયક વ્યક્તિઓ સાથે પસાર કરો. આપણે ક્યારેક એવા વ્યક્તિ સાથે આપણો કેટલોક કીમતી સમય પસાર કરીએ છીએ કે જેમના તરફથી નેગેટિવ વાતો સાંભળવા માટે મળતી હોય છે. અને જેની આપણા માનસ વર્તન પર તેમજ માનસપટલ ઉપર અસર થતી હોય છે. આપણે ક્યારેક તેમના જેવી કેટલીક પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરાઈએ છીએ. ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેવો ‘સંગ તેવો રંગ’. આપણા જીવનમાં કેટલાક વિધાયક બદલાવ લાવવા હોય તો તેના માટે આપણો સમય વિધાયક વ્યક્તિઓ સાથે પસાર કરવો ખૂબ જ જરૂરી છે
  5. ઉચ્ચ ગુણવતા સાથે પૂરતી ઊંઘ લો. દરેક વ્યક્તિએ પોતાના ઊંઘના પૂરતી ઊંઘ લેવી જોઈએ. સંશોધનો સૂચવે છે કે વ્યક્તિએ સાતથી નવ કલાકની ઊંઘ લેવી એ તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે લેવી ખૂબ જ આવશ્યક છે.
  6. સકારાત્મક પ્રવૃત્તિ કરવા માટે સમય નીકાળો. જ્યારે આપણે કોઈ પરિસ્થિતિથી નિરાશ થઈ જઈએ છીએ ત્યારે આપણે દુઃખી થી જઈએ છીએ અથવા તો તે વસ્તુ માંથી બહાર નીકળવા માટે ઘણો સમય લાગતો હોય છે. જ્યારે સકારાત્મક પ્રવૃત્તિ તરફ સમય પસાર કરીએ છીએ ત્યારે આપણા મગજમાં આવેલા જ્ઞાનતંતુઓમાં વિધાયક અસર થતી જોવા મળે છે. તેમ જ આપણી બોધાત્મક પ્રવૃત્તિઓથી પણ વિધાયક બદલાવ થતો જોવા મળે છે જ્યારે પણ આપણને સમય મળે ત્યારે ચોક્કસ રીતે એક અથવા તો બે કલાક સકારાત્મક પ્રવૃત્તિ કરવા પાછળ સમય પસાર કરવો જોઈએ. સકારાત્મક પ્રવૃત્તિઓમાં આપણી મનગમતી પ્રવૃત્તિનો સમાવેશ થઈ શકે છે જેમાં મ્યુઝિક સાંભળવું, આર્ટ બેઝ એક્ટિવિટીઝ કરવી, લેખન કાર્ય કરવું, મનપસંદ પુસ્તકનું વાંચન કરવું વગેરે જોઈ શકે છે.

વિધાયક વિચારો અને મનોવલણો ને અપનાવો. વિધાયક વિચારો અને મનોવલણો માટે એક મહાવરાની પ્રવૃત્તિ કરવી એ આવશ્યક છે ચોક્કસ પ્રવૃત્તિ અને મહાવરાના પરિણામે આપણે વિધાયક વિચાર અને મનોવલણો આપણા વ્યક્તિત્વમાં સર્જી શકીએ છીએ અને તેનું ઘડતર કરી શકીએ છીએ.

ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
ડૉ. ચિન્મય દેસાઈ, મનોવિજ્ઞાની
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code