
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,897 કેસ નોંધાયા – સક્રિય કેસોની સંખ્યા 19 હજારને પાર
- 24 કલાકમાં નોંધાયા
- 24 કલક દરમિયાન 22 લોકોના મોત
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર તો નબળી પડી ચૂકી છે છત્તા પણ કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સહીતના રાજ્યોમાં વધતા કેસોએ દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા વધારી છે, દૈનિક કેસોની સંખ્યા હવે 2 હજારને પાર પહોચી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 24 કલાકમાં ભારતમાં 2 હજાર 897 નવા કોરોનાના કેસ નોંધાયા છે.કોરોનાના કારણે 24 કલાકમાં 54 લોકોના મોત થયા છે.
આજના નોંધાયેલા કેસો વિતેલા દિવસની તુલનામાં ઘણા વધ્યા છે.જે વિતેલા દિવસની સરખામણીમાં 26.6 ટકા જેટલા વધુ જોવા મળે છે.જો કોરોનાના સક્રિય કેસની વાત કરીએ તો તે 19 હજારને પાર જોવા મળે છે હાલ દેશમાં 19 હજાર 494 કેસ જોવા મળે છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 190.67 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રિકવરી રેટ હાલમાં 98.74 ટકા જોવા મળી રહ્યો છે આ સાથે જ જો કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2 હજાર 986 લોકો કોરોનાથી સાજા થયા છે.
કોરોનાના દૈનિક હકારાત્મકતા દરની વાત કરવામાં આવે તો તે હાલ 0.61 ટકા પર જોવા મળે છે. સાપ્તાહિટ સકારાત્મકતા દરની વાત કરીએ તો તે 0.74 ટકા છે.