1. Home
  2. ગુજરાતી
  3. પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સુરક્ષાના નામે આઝાદી છીનવાઈ !
પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સુરક્ષાના નામે આઝાદી છીનવાઈ !

પાકિસ્તાનના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ખેલાડીઓની સુરક્ષાના નામે આઝાદી છીનવાઈ !

0

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું પાલનહાર ગણાતું પાકિસ્તાન દુનિયામાં આતંકવાદ મુદ્દે મગરમચ્છના આંસુ વહાવીને વિવિધ દેશો પાસેથી આર્થિક મદદ મેળવી રહ્યું છે, તેમજ આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનને આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાનું હવે મોંઘુ પડી રહ્યું છે. હાલ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવ્યાં છે. તેમને આતંકવાદી હુમલાના ડરે હોટલની બહાર જવા દેવામાં નહીં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. સતત સુરક્ષાના કારણે હવે ઈંગ્લેન્ડના ક્રિકેટરોમાં ગભરાહટ ફેલાઈ છે.

ઇંગ્લેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન હેરી બ્રુકે 20 સપ્ટેમ્બરની સાંજે કરાચીમાં રમાયેલી પાકિસ્તાન સામેની પ્રથમ T20 મેચમાં 25 બોલમાં અણનમ 42 રન બનાવ્યા હતા. તેની ઇનિંગને કારણે ઇંગ્લેન્ડે મેચને ફિનિશિંગ ટચ આપ્યો હતો. આ મેચ વિનિંગ ઇનિંગ્સ પછી હેરી બ્રુકે પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા વિશે જે કહ્યું તે જાણી લોકો પણ ચોંકી ઉઠ્યાં છે. તેણે કહ્યું હતું કે, “જ્યારે પણ હું ટોઇલેટ જાઉ છું ત્યારે એવું લાગે છે કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે અથવા મારી પાછળ ઊભું છે. મને આવો અનુભવ કે અનુભૂતિ પહેલા ક્યારેય નથી થઈ.” ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને કહ્યું હતું કે, “પાકિસ્તાન ફરવા માટે વધુ સારી જગ્યા છે. તે શરમજનક છે કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓને ફરવા દેવાતા નથી અને તેમને માત્ર સુરક્ષા વર્તુળોમાં રાખવામાં આવી રહ્યા છે. ખુદ પાકિસ્તાન પોતાના દેશની હાલતને લઈને કેટલું ચિંતિત છે. પાકિસ્તાને તેમની આઝાદી છીનવી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.