આગામી સમયમાં એક જ પોર્ટલ પર અનેક સરકારી સુવિધાઓ મળશે, નવું પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી પુરજોશમાં
સરકારે એક નવા પોર્ટલ પર કામ શરૂ કરી દીધુ છે. જ્યાંથી દરેક પ્રકારના સરકારી ડિજિટલ સર્વિસનો આનંદ ઉઠાવી શકાશે. માનવામાં આવી રહ્યું છે કે સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોની સાથે જ વેપારીઓને પણ ખૂબ મદદ મળશે.કેન્દ્ર સરકારની તરફથી એક નવું યુનિફાઈડ પોર્ટલ લોન્ચ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ પોર્ટલ પર ડિજિટલ પબ્લિક ગુડ્સ જેવા કે આધાર, યૂનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ UPI અને સરકારી ઈ-કોમર્સ પોર્ટલ, ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ ONDC જેવી બધી સરકારી સુવિધાઓ મળશે.એટલે કે એક જગ્યા પર દરેક ડિજિટલ સુવિધાઓ મળી જશે. તેનાથી સામાન્ય યુઝર્સને ખૂબ જ સરળતા રહેશે. યુઝર્સને ડિજિટલ સર્વિસ માટે અલગ અલગ એપ અને પોર્ટલ પર નહીં જવું પડે.
- સરકારે શરૂ કરી દીધી તૈયારી
 
રિપોર્ટ અનુસાર આ પોર્ટલને બનાવવા માટે ઈલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રોદ્યોગિકી એટલે કે Meityએ કામ શરૂ કરી દીધુ છે. જેમાં બધા મંત્રાલય અને તેના સાથે સંબંધિત વિભાગો અને એનજન્સિઓની સાથે મળીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે DPIનું માળખુ તૈયાર કરવાના આદેશ આપ્યા છે.
- સામાન્ય લોકોને થશે મોટો ફાયદો
 
હાલના સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ માટે અલગ અલગ એપ્સ અને પોર્ટલ હાજર છે. એવામાં સામાન્ય યુઝર્સને સરકારી યોજનાઓના લાભ લેવા માટે અલગ અલગ એપ અને પોર્ટલ પર જવું પડતું હતું.હવે આ માટે અલગ-અલગ એપ કે પોર્ટલ પર નહીં જવું પડે. સૌથી વધારે હાલાકી ગ્રામજનોને થતી હતી જ્યાં ડિજિટલ સુવિધાઓ માટે કોમ્પ્યુટર સેન્ટર જવું પડે છે ત્યાં મોટા ચાર્જ વસુલવામાં આવે છે. એવામાં એક જ જગ્યા પર બધી સરકારી ડિજિટલ સર્વિસ હાજર હોવાથી ખૂબ ફાયદો થઈ જશે. જેનાથી કોઈ પણ ઓનલાઈન સરકારી સુવિધાઓનો સરળતાથી ફાયદો ઉઠાવી શકાશે.
જેમ કે ભારતમાં ઓનલાઈન સર્વિસની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે. સાથે જ ભારત સરકાર બધી ઓનલાઈન સર્વિસ દ્વારા પારદર્શી રીતે પોતાની સુવિધાઓને દરેક નાગરિક સુધી પહોંચાડવા માંગે છે. તેના માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર આવનાર 5થી 6 વર્ષમાં ડીપીજીની ગ્લોબલ માર્કેટ સાઈઝ લગભગ 100 અબજ ડોલરની હશે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

