1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બીજા તબક્કાની ચૂંટણીમાં ઓછા મતે હારજીતવાળી બેઠકો પર વધુ મતદાન માટે કરાયા પ્રયાસો
બીજા તબક્કાની ચૂંટણીમાં ઓછા મતે હારજીતવાળી બેઠકો પર વધુ મતદાન માટે કરાયા પ્રયાસો

બીજા તબક્કાની ચૂંટણીમાં ઓછા મતે હારજીતવાળી બેઠકો પર વધુ મતદાન માટે કરાયા પ્રયાસો

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં  ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. કોણ જીતશે કોણ હારશે એ તો 8મી ડિસેમ્બરે મતગણતરી સમયે ખબર પડશે. હાલ જીત માટે તમામ પક્ષો દાવા કરી રહ્યા છે. બીજા તબક્કાના 93 બેઠકોની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યુ હતુ. જેમાં વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બેઠકો એવી હતી કે, જ્યાં ફક્ત 2% માર્જીનથી હાર-જીત નિશ્ચિત થઇ હતી અને તેથી હવે આ બેઠકો પર તમામ પક્ષોએ જોર લગાવ્યું છે. ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ આ બેઠકો જળવાય રહે તે જોવા માગે છે તો આમ આદમી પાર્ટી ઇચ્છે છે કે આ સાંકડા માર્જીનમાં તે કમસેકમ પરિણામમાં કઇ ઉથલપાથલ કરી શકે તો તે પણ ભાજપ અને કોંગ્રેસ માટે એક બોધપાઠ હશે અને તેથી ખાસ કરીને ભાજપે આ બેઠક માટે ચિંતા કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની 2017ના વર્ષમાં યોજાયેલી ચૂંટણીમાં ઘણી બેઠકો પાતળી લીડથી ભાપ અને કોંગ્રેસે જીતી હતી. જેમાં ગોધરામાં ભાજપની જીત માર્જીન 258 મતથી થઈ હતી. ધોળકામાં ભાજપની જીત માર્જીન 327 મત, માણસામાં કોંગ્રેસ જીતનું માર્જીન 524 મત , દિયોદરમાં કોંગ્રેસની જીતનું માર્જીન 972 , છોટાઉદેપુરમાં કોંગ્રેસની જીતનું માર્જીન 1093 મત, વિજાપુરમાં ભાજપ-જીત માર્જીન 1164 મત , હિંમતનગરમાં ભાજપ-જીતમાર્જીન 1712 મત, મોડાસામાં કોંગ્રેસની જીતનું માર્જીન 1640 મત , ઉમરેઠમાં ભાજપ જીતનું માર્જીન 1883 મત, ધાનેરામાં કોંગ્રેસ જીતનું માર્જીન 2093 મત , માતરમાં ભાજપ જીતનું માર્જીન 2406 મત, પ્રાંતીજમાં ભાજપ જીતનું માર્જીન 2551 મત , ફતેપુરામાં ભાજપ-જીતનું માર્જીન 2711 મત, ખંભાતમાં ભાજપ જીતનું માર્જીન 2315 સોજીત્રામાં કોંગ્રેસની જીતનું માર્જીન 2388, ડભોઇમાં ભાજપ જીતનું માર્જીન 2839 મત, જેતપુર પાવીમાં કોંગ્રેસ જીતનું માર્જીન 3052 મત, વિસનગર માં ભાજપ જીતનું માર્જીન 2869 મત, તેમજ બાપુનગરમાં ભાજપ-જીતનું માર્જીન 3067 મત હતું. આ તમામ બેઠકો પર હાલ ત્રિપાંખીયો જંગ છે. આ બેઠકો પર વધુને વધુ મતદાન થાય તે માટે ભાજપ અને કોંગ્રેસે એડીચોટીન  જોર લગાવ્યું છે. ભાજપે તેના પેજ પ્રમુખોને પણ  વધુને વધુ મતદાન કરાવવાની સુચના આપી હતી.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code