
ભાજપના બળવાખોરો ચૂંટણી જીતશે તો પણ તેમને પક્ષમાં પરત નહીં લેવાયઃ પાટિલ
રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઊઠી હતી. ચૂંટણીમાં ટિકિટ ન મળવાની ભાજપ, કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ પક્ષપલટો કર્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્ય વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ, પાદરાના દીનુમામા અને બાયડના ધવલ ઠાકોરએ અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. અને ચૂંટણી લડ્યા હતા. આ ત્રણેય બળવાખોર ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવશે તો પણ ભાજપમાં પરત લેવાશે નહીં, એવો ઈશારો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે કર્યો હતો. તેણે જણાવ્યું હતું જે કાર્યકર્તાઓ કે નેતાઓએ પક્ષની શિસ્તનો ભંગ કર્યો છે. તેમને પક્ષમાં પરત લેવાનો પ્રશ્ન નથી.
બીજા તબક્કાના મતદાનમાં ભાજપ માટે બાગીઓની સૌથી મોટી ચિંતા છે અને ખાસ કરીને વડોદરા જિલ્લામાં ભાજપના ત્રણ શક્તિશાળી બાગીઓ ચૂંટણી લડી રહ્યા છે તે સમયે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક મહત્વના નિવેદનમાં કહ્યું કે જે બળવાખોરો પક્ષના સતાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓને પક્ષમાં પરત લેવાશે નહીં. તેઓ જીતી જાય તો પણ ભાજપમાં તેમને પરત લેવાશે નહીં. કમલમ ખાતે એક પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું કે કેટલાક નેતાઓએ પક્ષ સામે બળવો કર્યો છે અને તેઓ ચૂંટણી લડી રહયા છે. પરંતુ હવે બળવાખોરો પ્રત્યે અમે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે અને એ પણ ઉમેર્યું કે ઓછુ મતદાન એ ફક્ત ટકાવારી છે. પ્રથમ તબક્કામાં 1.41 કરોડ મતદારોએ 2017માં મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં 1.51 કરોડ મતદારોએ મતદાન કર્યું છે. આમ 10 લાખ લોકોનું વધુ મતદાન થયું છે