1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતનો 5 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”
ગુજરાતનો 5 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”

ગુજરાતનો 5 કરોડથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં “ટી.બી. મુક્ત ડ્રાઇવ” અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ “દ્વિતીય ક્રમાંક”

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ “આયુષ્માનભારત હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર” ની 4 થી વર્ષગાંઠ સંદર્ભે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા દેશના વિવિધ રાજ્યના આરોગ્યમંત્રી અને તબીબોને આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વસ્થ ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું છે. આ વિડિયો કોન્ફરન્સમાં ગુજરાતને 5 કરોડથી વધુ વસ્તુ ધરાવતા રાજ્યોમાં ટી.બી. મુક્ત ડ્રાઇવ અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દ્વિતીય ક્રમાંકની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્યમંત્રીએ દેશના 1 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામનો પ્રાંરભ કરાવ્યો હતો.* ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામને ઇ-સંજીવની પ્લેટફોર્મથી જોડવામાં આવ્યા છે. ટેલીકન્સલ્ટીંગ પ્રોગ્રામનો પ્રારંભ કરાવતા મંત્રીએ કહ્યું કે, દેશના આરોગ્યસેવા ક્ષેત્રે ટેલકન્સલ્ટીંગ પ્રોગ્રામ નવીનક્રાંતિ લાવશે. દર્દીઓને નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા માટે ટેલીકન્સલ્ટીંગ સેવા વરદાનરૂપ સાબિત થશે. 14 એપ્રિલ 2018 માં છત્તીસગઢ થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હસ્તે પ્રારંભ કરાયેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના પાયલોટ પ્રોજેકટ સમગ્ર દેશમાં 1.17 લાખ હેલ્થ એન્ડ વેલનેસના સંખ્યાબળ સાથે જનહિતલક્ષી બન્યો છે.

મનસુખભાઇએ વધુમાં જણાવ્યું કે, દેશમાં કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગરીબજન, દૂર સૂદૂરના અંતરિયાળ વિસ્તારમા રહેતા વ્યક્તિને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ પુરી પાડીને આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે. મંત્રીએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશના દરેક રાજ્યને આવતીકાલે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર યોગનું આયોજન કરીને સ્વાસ્થયપ્રદ જીવનનો સંદેશ આપવા માટે અનુરોધ કર્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાસ્થય ભારત બનાવવાના આહવાનને મૂર્તિમંત કરવા દેશના દરેક રાજ્યમાં તાલુકા સ્તરીય આરોગ્યસેવા કેન્દ્રોમાં 18 થી 23 એપ્રિલ સુધી આરોગ્યમેળાનું આયોજન કરવા જણાવ્યું હતુ.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સર્વગ્રાહી વિકાસની કલ્પના કરી છે. દેશના વિકાસરથમાં આરોગ્યક્ષેત્રનું બહુમુલ્ય યોગદાન છે. સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણ માટે સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજનું હોવું અતિઆવશ્યક છે. આ વિચારધારાને આગળ ધપાવીને જ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગ્રામ્ય સ્તરે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત કરીને પ્રાથમિક આરોગ્ય અને ટેલીકન્સલ્ટીંગ સેવાનો મજબૂત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code