1. Home
  2. ગુજરાતી
  3. ગરમીની ઋતુમાં તમારી આંખોની ખાસ આ રીતે કરો કાળજીઃ- ઘરેલું ઉપચારથી આંખોને પહોંચશે ઠંડક
ગરમીની ઋતુમાં તમારી આંખોની ખાસ આ રીતે કરો કાળજીઃ- ઘરેલું ઉપચારથી આંખોને પહોંચશે ઠંડક

ગરમીની ઋતુમાં તમારી આંખોની ખાસ આ રીતે કરો કાળજીઃ- ઘરેલું ઉપચારથી આંખોને પહોંચશે ઠંડક

0
Social Share
  • આંખો પર કાકડીનો પલ્પ લગાવાથી આંખોમાં ઠંડક પહોંચે છે
  • બટાકાની સ્લાઈસ આંખો પર રાખીને 10 મિનિટ રહેવા દેવાથી ફાયદા થશે
  • આંખોને ઠંડક મળે તે માટે આંખોમાં શુદ્ધ ગુલાબ જળનું પાણી નાખવું
  • ખેતરની કાળી મટોડી છાસમાં પલાણીને આંખો પર લગાવાથી ફાયદો થશે

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, ત્યારે આપણે આપણા આરોગ્યનું ખસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને ગરમીના કારણે મહિલાઓ અને પુરુષો બન્નેને આંખોની સમસ્યાઓ થતી હોય છે, જેમ કે આંખોમાં બળતરા થવી , આંખોમાં ખૂજલી આવવી, આવી સમસ્યા થાય ત્યારે ઘરે જ કેટલાક ઉપાયો અપનાવો જેનાથી તમારી આંખોને ઠંડક પહોંચશે, તો આજે આપણે વાત કરીશું ઘરે રહીને આંખોની કઈ રીતે સાર સંભાળ કરી શકાય. જેનાથઈ આપણી આંખો સ્વસ્થ રહે અને તદુંરસ્ત રહે.

બટાકાની સ્લાઈસઃ- બટાકા આંખો માટે ઘણાં સારા અને ગુણકારી ગણાય છે. બટાકાના બે નાના ટૂકડાં કરી આંખ પર 10-15 મિનિટ સુધી રાખવાથી આંખોને ઠંડક પહોંચે છે.આ સાથે જ તેનાથી આંખોને આરામ મળે છે અને આંખોનો થાક દૂર થાય છે.

કાકડીઃ- કાકડીની ગોળ સ્લાઈસ કરીને આંખો પર 10 થી 15 મિનિટ રહેવા દેવી, દરોરજ આમ કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર થાય છે અને આંખોને અઁદરથી આરામ મળે છે.આ સાથે જ આંખને ઠંડક પણ પહોંચે છે.

ગુલાબજળઃ- રોજ બપોરના તડકામાંથી જ્યારે પણ ઘરની અંદર આવો ત્યારે ગુલાબજળ વડે આંખોને સાફ કરવાનું રાખો, જેથી આંખો સાફ રહેશે અને આંખમાં ટાઢક પહોંચશે, આ સાથે જ આરામ પણ મળશે.

ગુલાબના પાનઃ- જો શક્ય હોય તો ગુાલના પાનને પાણીમાં બોળીને આંખો પર લગાવીને 10 મિનિટ સુધી રહેવાદો, આમ રોજેરોજ કરવાથી આંખોને આરામ મળશે, અને કુદરતી રીતે આંખોને ઠંડક પહોંચશે.

કાળું મંટોડૂઃ- ખેતરનું સાદુ કાળું મંટોડુ છાસમાં પલાળીને આંખો પર લેપ લગાવી રહેવા દેવાથઈ આંખોમાં ઠંડક પહોંચે છે.માટીની તાસિર ઠંડી હોય છે અને ખેતરની ખાતર વગરની માટીનો ઉપયોગ કરવો નહી તો નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે. જો કાળી માટી ન હોય તો લાલ માટીને પણ તમે પલાળીને લગાવી શકો છો

મધઃ- રોજ બપોરે મધને આંગળીના ટેળવા પર લઈને આંખો પર માલિશ કરો ત્યાર બાદ ઠંડા પાણી વડે આંખોને ઘોઈ લેવી ,આમ કરવાથી આંખોની રોશની તેજ બને છે સાથે મધની ઠંડક આંખોને પહોંચે છે.

ત્રિફળા – ત્રિફળાને પાણીમાં પલાળી તેના પાણીથી આંખો ધોવાથી આંખોની રોશની વધે છે.સાથે આંખોને આરામ મળે છે.

દુધીનો રસઃ- દુઘીનો રસ કાઢીને તેનાથી આંખો સાફ કરો, દુઘી ખૂબજ ગુણકારી અને ઠંડી હોવાથી આંખોને ઠંડક પહોંચે છે.

સાહિન મુલતાનીઃ-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code