
આ શહેરમાં મળી રહી છે વિશ્વભરની અવનવી સ્વાદ વાળી મોંઘી ચા – 1 કપ ચાની કિંમત 1 હજાર રુપિયા
- કોલકાતામાં મળે છે અવનવા સ્વાદની ચા
- એક કપ ચાની કિમંત 1 હજાર રુપિયા
ચા….એક એવું ભારતીય પીણું છે કે જેને સૌ કોઈ પીવાનું પસંદ કરે છે,ચા પીતાની સાથે જ આપણો મૂડ ચેન્જ થી જાય છે, સવાર પડતાવી સાથે ચા તો જોઈએ જ.સામાન્ય રીતે આપણે 5 રપુપિયાના એક કપથી લઈને મોંધા મોંધા કાફેમાં 200 થી 300 સુધીનો ચા નો કપ મળી રહ્યો છે, પરંતુ શું તમે ક્યારેય એક કપ ચા 1 હજાર રુપિયામાં પધી છે, કદાચ સાંભળીને તમને ચોક્કસ નવાી લાગશે.કે એક કપ ચાની કિમંત 1 હજાર રુપિયા.,,,જી હા આ વાત તદ્દન સાચી છે.
કોલકાતામાં એક ચાની દુકાન પર એક કપ ચાની કિંમત એક હજાર રૂપિયા છે.વાત જાણ એમ છે કે, પાર્થ પ્રતિમા ગાંગુલી કોલકાતાના મુકુંદપુરમાં નિર્જશ ટી સ્ટોલના માલિક અને સ્થાપક છે. તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમના આ ખાસ ચાના વ્યવસાય વિશે ઘણું બધુ જણાવ્યું હતું.
વર્ષ 2014 6 જાન્યુઆરીથી તેમણે આ ટી સ્ટોલનો સફર શરુ કર્યો હતો. થોડા વર્ષો પહેલા, એક ખાનગી કંપની સાથે કામ કર્યા પછી તેમણે આ ચાનો સ્ટોલ ખોલ્યો. અહીં ગ્રીન ટી, બ્લેક ટી, ઓલોન્ગ ટી, લવંડર ટી, મકાએબરી જેવા 100થી પણ ઘણા પ્રકારની સ્વાદવાળી ચા વેંચાવામાં આવે છે.જેમાંથી 60-75 દાર્જિલિંગની છે અને બાકીની દુનિયાભરના જુદાજુદા સ્થળોથી લાવવામાં આવે છે.
ચાની અન્ય જાતોમાં ઘણાં સ્વાદોનો સમાવેશ થાય છે જેમ કે સિલ્વર નીડલ વ્હાઇટ ટી, લવંડર ટી, હિબિસ્કસ ટી, વાઇન ટી, બેસિલ જીન્જર ટી, બ્લુ ટિશ્યન ટી, તીસ્તા વેલી ટી, કોર્નબારી ટી, રૂબીઝ ટી અને ઓકેટી ટી જેવી વિવિધ પ્રકારની મોંધા ચા અહી મળી રહે છે
થોડા વર્ષો પહેલા પાર્થ.પ્રતિમા ગાંગુલી એક કંપનીમાં કામ કરી રહી હતા અને તેની સાથે આગળ વધવાની યોજના બનાવી હતી. જો કે, પછીથી તેમણે પોતાની નોકરી છોડીને પોતાનો ચા નો આ ખાસ વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો. નિર્જશની શરૂઆત 2014 માં કરવામાં આવી હતી અને તે પશ્ચિમ બંગાળની રાજધાનીમાં એક ખૂબ જ લોકપ્રિય ટી સ્ટોલ છે.આહી 1 કપ ચા 1 હજાર રુપિયાની પણ મળે છે. સામાન્ય ભાવથી લઈને હજાર રુપિયાની ચા નો સ્વાદ લેવા અહી લોકો આવતા હોય છે, જેમાં ખાસ કરીને બહારથી આવતા લોકો અવશ્ય આ ટી સ્ટોલની મુકાત લે જ છે.
સાહિન-