1. Home
  2. ગુજરાતી
  3. શરીરમાં પ્રોટીન મેળવવા માટે તમારા આહારમાં સામેલ કરો આટલી વસ્તું
શરીરમાં પ્રોટીન મેળવવા માટે તમારા આહારમાં સામેલ કરો આટલી વસ્તું

શરીરમાં પ્રોટીન મેળવવા માટે તમારા આહારમાં સામેલ કરો આટલી વસ્તું

0
Social Share
  • પ્રોટીનયૂક્ત આહાર શરીરને તંદુરસ્ત રાખે છે
  • ત્વચાના નિખાર માટે પ્રોટીન જરુરી

શરીરમાં પુરતા પ્રમાણમાં પ્રોટીન હોવું ખૂબ જ જરુરી છે, ત્વાચાને સુંદર રાખના નિખાર લાવવા માટે પણ પ્રોટીન યૂક્ત આહાર લેવો જરુરી છૈે, તે બોડી સેલ્સના નિર્માણમાં પણ મદદ કરે છે,શરીમાં પ્રવેશતા વાયરસ કે બેક્ટેરિયાની ઓળખ કરતા સેલ્સનું તે નિર્માણ કરે છે,જે માટે પ્રોટીનનું હોવું ખૂબ જરુરી છે.

કયા પ્રદાર્થોમાંથી પુરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે -જાણો

થુલી – એટલે કે ઘંઉના ફાડા અથવા તો જેને કેટલાક લોકો લાપસી પણ કહે છે, જેમાં પુરતા પ્રમાણમાં પ્રોટિન મળી રહે છે,આ સાથે જ વિટામિન બી અને મેંગ્નીઝ પણ મળે છે.

બદામ – રોજ રાતે પાણઈમાં 4 થી 6 બદામને પલાળી રાખવી, આ બદામનું વસારે સેવન કરવાથઈ પુરતા પ્રમાણમાં શરીરને પ્રોચીનની માત્રા મળી રહે છે.

રાજમા – રાજમાં એક કઠોળ છે તેમાં પ્રોટીનની સાથે સાથે વિટામિન્સ પણ હોય છે જેથી શાકાહારી લોકોએ મોટા પ્રમાણમાં પ્રોટીન મેળવવા રાજમાનું સેવન કરવું યોગ્ય છે.

દાળ અને કઠોળ- મગ, મગનીદાળ, ચણા અને ચણાની દાશ, અળદ અને અળદની દાળ આ તમામમાં પુરતું પ્રોટીન સમાયેલું હોય છએ માટે તેનું સેવન કરવું જોઈએ.

ઘંઉ – ઘંઉની રોટલી થી લઈને ઘંઉનો ખીચડો તમામ વાનગીમાં પુરતું પ્રોટીન સમાયેલું હોય છએ એઠલે મોટે ભાગે આહારમાં ઘઉંનો ઉપયોગ કરવો જોઈએ

રોજ કેટલા પ્રમાણમાં પ્રોટીન લેવું જોઈએ ?- જાણો

સામાન્ય રીતે વૈજ્ઞાાનિકોની સલાહ પ્રમાણે જો તમે સ્ત્રી છો અને તમારું આદર્શ વજન ૬૦ કિલોગ્રામ હોય તો તમારે રોજ ૪૫ ગ્રામ પ્રોટીન અને તમે પુરુષ છો અને તમારું આદર્શ વજન ૭૦ કિલોગ્રામ હોય તો ૫૫ ગ્રામ પ્રોટીન રોજીંદા ખોરાકમાં લેવું જોઇએ.

શરીરમાં પૂરતું પ્રોટીન લેવાનથી થાય છે અનેક ફાયદા

પ્રોચીન લેવલ જાળવવાથી  બ્લડસુગર કાબૂમાં રહેશે અને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જશે. આ લાથે જ મગજની તમામ ક્રિયા સરળતાથી થશે. સ્ટ્રોક આવવાની ચિંતા નહીં રહે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ કાબૂમાં રહેશે એટલે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘટશે.

સાહિન-

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code