
અમદાવાદઃ શહેરના સાયન્સ સીટીમાં એજ્યુકેશન સમિટમાં સ્કિલ ડેવલોપમેન્ટ અંગે ઇન્ટરનેશનલ સેમિનાર યોજાયો હતો. જેમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ વિદોએ નવી શિક્ષણનીતિ અંગે સહિતના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય શિક્ષણ નીતિને અન્ય રાષ્ટ્રો પણ અનુસરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણમાં નેક એસેસમેન્ટ તથા એક્રિડિટેશન શિક્ષણની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારા સાથે શૈક્ષણિક સંસ્થાઓની ભૌતિક સુવિધાઓમાં પણ વધારો થયો છે. નેક દ્વારા 683 યુનિવર્સિટી અને ૧૩,૪૫૫ કોલેજોમાં હાથ ધરાયેલા સર્વેમાં એવું જણાવાયું કે, વિદ્યાર્થીઓના ઇનોવેટિવ શિક્ષણમાં વધારો થયો છે.
નવી શિક્ષણ નીતિના દિશા દર્શન માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત અમદાવાદ સાયન્સ સિટી ખાતે નોબલ ડેમના ઓડિટોરિયમમાં ગુજરાત સરકાર અને ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ ફોર નોલેજ બેઇઝ ઇકોનોમી અંગે તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન કરીને યુવાનોને પ્રેરિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા મારફતે દેશના યુવાનોને આગળ વધવાના અવસરો પૂરા પાડવામાં આવી રહ્યા છે. તેમાં સ્કિલ ડેવલોપમેન્ટ ઉપર ભાર મુકવામાં આવેલ છે. તેના ભાગરૂપે દેશની આર્થિક સ્થિતિ સુદ્રઢ અને મજબૂત બને તેમ જ કુશળ માનવબળ તૈયાર થાય તેવા અનેક આયામોનો અમલીકરણ કરવામાં આવ્યો છે. તે અંગે ઇન્ટરનેશનલ એક મંચ ઉપર ચર્ચા થાય ચિંતન થાય અને તેનો લાભ યુવાનોને પહોંચે તે મૂળ ઉદ્દેશ રહેલ છે.
યુનિવર્સિટીઓમાં કુશળ ઇજનેરો તૈયાર થાય તેની સાથે પ્લમ્બર, કાર્પેન્ટર,મેકેનિકલ અને કુશળ માનવબળ તૈયાર કરીને આત્મનિર્ભર સાથે તેમના રોજિંદા કામના ટેકનોલોજીનો ઉપયોગ નાના ક્લસ્ટરમાં તેને સંગઠિત કરીને કુશળ માનવબળ તૈયાર કરી શકાય તે માટે યુનિવર્સિટી પણ તેમનામાં પ્રમાણે અભ્યાસક્રમો અપનાવી યુવાનોને પ્લેસમેન્ટ પૂરૂં પાડે તે પણ આ સમયની માંગ છે. માર્કેટ અને ફિડબેક દ્વારા તેમાં સુધારા-વધારા કરીને તાલીમમાં સુધારો લાવી ઇનોવેટિવ આઇડિયા ઉમેરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
ભારતની શિક્ષણ નીતિ અંગેની ચર્ચામાં જણાવાયું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવ્યો છે. આ નૂતન શિક્ષણ નીતિને અન્ય રાષ્ટ્રો પણ અનુસરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણમાં નેક એસેસમેન્ટ તથા એક્રિડિટેશન શિક્ષણની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણની ગુણવત્તા સુધારા સાથે શૈક્ષણિક સંસ્થાઓની ભૌતિક સુવિધાઓમાં પણ વધારો થયો છે. નેક દ્વારા 683 યુનિવર્સિટી અને 13455 કોલેજોમાં હાથ ધરાયેલા સર્વેમાં એવું જણાવાયું કે, વિદ્યાર્થીઓના ઇનોવેટિવ શિક્ષણમાં વધારો થયો છે. વર્ષ 2017ના વાઇબ્રન્ટ સમિટમાં શિક્ષણ ક્ષેત્રે થયેલા એમઓયુમાં ભાગીદાર બનેલા રવાન્ડા, તાંઝાનિયા, સીરિયા , ઇથોપિયા, ઈરાક ,ઝિમ્બાબ્વે અને રાષ્ટ્રના પ્રતિનિધિઓએ ભારતની શિક્ષણ નીતિ અપનાવી પોતાના રાષ્ટ્રમાં આવેલા પરિવર્તનની વાત જણાવી હતી.