
ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા રહેશેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ જી 7 શીખર સંમેલનના આઉટરીચ સેશનની સમાપ્તી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરીકાના રાષ્ટ્રપતિ જો બાઇન સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ અમેરીકી રાષ્ટ્રપતિ સાથે પોતાની મુલાકાતના ફોટો સોસીયલ મિડિયા પ્લટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યુ હતુ કે જો બાઇડનને મળવુ હંમેશાં આનંદ દાયક હોય છે.ભારત અને અમેરીકા દુનિયાની ભલાઇને આગળ વધારવા માટે કામ કરતા રહેશે.
સતત ત્રીજી વાર ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા હતી અને શીખર સંમેલનમાં તેઓ પાંચમી વાર ભાગ લઇ રહ્યા હતા. જોકે બંને નેતાઓ વચ્ચે કોઇ ઔપચારીક દ્વિપક્ષીય બેઠક નક્કી ન હતી, જોકે અમેરીકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને પત્રકારોને જણાવ્યુ હતુ કે બાઇડન અને પ્રધાનમંત્રી મોદીને જી 7 શીખર સમંલેનમાં એક બીજાને મળવાનો મોકો મળશે.
એ આઇ અને ઉર્જા,આફ્રીકા અને ભુમધ્ય સાગર પર જી 7 આઉટરીચ સેશનમાં પ્રવચન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝીલના રાષ્ટ્રપતિ લૂલા દા સિલ્વા, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, જોર્ડના કીંગ અબ્દુલા અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અંટોનિયો ગુરેટેસ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.
જી 7 શીખર સમંલેનમાં પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો સાથે પણ મુલાકાત કરી હતી. આ અગાઉ પહેલા દિવસે પ્રધાનમંત્રી મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રો, બ્રીટના પ્રધાનમંત્રી ઋષી સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દીમોર જેલેસ્કી સાથે દ્વીપક્ષીય બેઠક કરી હતી.