
‘બેટી બચાવો’ બાબતે ભારત મોખરે – દેશમાં પ્રથમ વખત પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા વધુ
- બેટી બચાવાના મામલે ભારત આગળ
- પ્રથમ વખત સ્ત્રીઓ કરતા પુરુષોની સંખ્યા વધી
દિલ્હીઃ- આજે વિશ્વભરમાં આતંરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારત એક એવો દેશ છે જ્યાં હવે બેટી બચાવોની બાબતે પ્રથમ આવે છે,આ દિવસ વિશ્વભરની મહિલાઓની સિદ્ધિઓ અને માનવ અસ્તિત્વમાં તેમના યોગદાનને સમર્પિત છે.ભારતમાં પણ હવે મહિલાઓ પુરુષસમોવડી બની છે .
જો કે ભારત માટે હજી પણ ચિંતાની વાત છે ,વિશ્વ બેંકના આંકડા મુજબ ભારતીય અર્થવ્યવસ્થામાં મહિલાઓનું યોગદાન માત્ર 17 ટકા છે. આ આંકડો વિશ્વની સરેરાશ કરતાં અડધો છે. બીજી તરફ પાડોશી દેશ ચીનની વાત કરીએ તો ત્યાં જીડીપીમાં મહિલાઓનું યોગદાન 40 ટકાથી વધુ છે.શ્રમ દળમાં મહિલાઓના હિસ્સાની વાત કરીએ તો, ભારત 131 દેશોમાં 120મા ક્રમે છે. આવી સ્થિતિમાં જો દેશમાં મહિલાઓનો હિસ્સો પુરૂષો જેટલો થઈ જશે તો વર્ષ 2025 સુધીમાં ભારતનો જીડીપી 60 ટકા વધી જશે.
આજના આ વર્ષ 2022 ની થીમ છે ‘જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો’ એટલે કે વધુ સારી અને ટકાઉ આવતી કાલ માટે લેગિંગ ઇક્વાલિટી. જો કે ભારત માટે ખપશીની વાત છે કે આઝાદી પછી પહેલીવાર દેશમાં પુરૂષો કરતા મહિલાઓની સંખ્યા વધુ થઈ છે.
બેટી બચાવો મામલે ભારત મોખરે
નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે પ્રમાણે દેશમાં દર 1000 પુરુષોએ 1020 મહિલાઓ હવે જોવા મળે છે. આઝાદી પછી પહેલીવાર આ રેકોર્ડ ત્યારે બન્યો છે જ્યારે પુરુષોની સરખામણીમાં મહિલાઓની વસ્તી 1000ને વટાવી ગઈ છે.
નેશનલ ફેમિલી હેલ્થ સર્વેડેટાએ ગામડાઓ અને શહેરોમાં પુરુષો અને સ્ત્રીઓના ગુણોત્તરની તુલના કરી છે. સર્વે મુજબ શહેરોની સરખામણીમાં ગામડાઓમાં આ ગુણોત્તર ઘણો સારો છે. જ્યારે ગામડાઓમાં દર 1 હજાર રુષોએ 1 હજાર 37 સ્ત્રીઓ છે, જ્યારે શહેરોમાં 985 સ્ત્રીઓ છે. જો 2019-2020ના ડેટાની વાત કરીએ તો , ગામડાઓમાં 1 હજાર પુરૂષો દીઠ 1 હજાર 9 સ્ત્રીઓ અને શહેરોમાં 956 સ્ત્રીઓ હતી.