‘ભારત અમેરિકાનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું’ – બન્ને દેશઓ વચ્ચે 199 અરબ ડોલરનો થયો વેપાર
- ભારત અને અમેરિકા વેપારની દ્રષ્ટીએ સારા ભાગીદાર
- ભારત અમેરિકાનું સૌથી મોટું વેપારી ભાગીદાર બન્યું
દિલ્હીઃ- પીએમ મોદી જ્યારથી દેશની સત્તામાં આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંધો વધુ મજબૂત બન્યા છે ,વિશઅવની મહસત્તા અમેરિકાની વાત કરીએ તો ભારત અને અમેરિકા એક બીજાના સારા મિત્ર તરીકે જોવા મળે છે એટલેું જ નહી વેપારની દ્રષ્ટીએ પણ બન્ને દેશો ભાગીદાર બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ સ્ટેટ વિઝિટ પહેલા ભારત અને અમેરિકા વચ્ચે ઈન્ડિયા આઈડિયાઝ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે ભારત અમેરિકાનું સૌથી મોટૂ વેપરાની દ્ર્ષ્ટીએ ભાગીદાર બની ગયું છે.એક તરફ જ્યાં પીએમ મોદી 21 જૂનના રોજ અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે ત્યા બીજી તરફ અમેરિકા દ્રારા ભારત અને પોતાના સંબંધોને લઈને આ વાત કહેવામાં આવી છએ
પીએમ મોદીની આ ખાસ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અનેક સમજૂતીઓ થશે.આ મુલાકાત પહેલા યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને જણાવ્યું હતું કે ભારત અમેરિકાનોવેપાર ભાગીદાર મિત્ર છે, તેમણે કહ્યું કે વિતેલા વર્ષ દરમિયાન અમારા બન્ને દેશો વચ્ચેનો વેપાર રેકોર્ડ 191 અરબ ડોલર પર પહોંચ્યો હતો, જે યુએસ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો હતો. અમેરિકાએ ઓછામાં ઓછા $54 બિલિયનનું રોકાણ કર્યું છે.
યુએસમાં ભારતીય કંપનીઓએ કેલિફોર્નિયાથી જ્યોર્જિયા સુધી 425,000 નોકરીઓને ટેકો આપતા IT, ફાર્માસ્યુટિકલ્સ અને વધુમાં 40 અરબ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.આ સાથે જ તેમણે જણાવ્યું કે અમે ભારત-યુએસ)ને વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી વચ્ચેના અનોખા સંબંધો તરીકે વ્યાખ્યાયિત કરતા જોઈ શક્યા છીએ.