
ભારતઃ આવકવેરો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ, ચાલુ વર્ષે આવકવેરા મુક્તિ મર્યાદામાં કરાયો વધારો
- રિટર્ન ફાઈલ કરવાનો પણ પ્રારંભ
- મુદ્દત પૂર્ણ બાદ રિટર્ન ફાઈલ કરનારને થશે દંડ
નવી દિલ્હીઃ દેશમાં આવકવેરો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમજ લોકો હવે આવકવેરા રિટર્ન પણ ફાઈલ શકશે. આ વખતે ઈન્કમ ટેક્સ ફાઈલ કરતી વખતે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યારે આવકવેરાની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા છે, ત્યારે આવકવેરાના સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ નવી કર વ્યવસ્થામાં આવકવેરા મુક્તિ મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. સરકારે આવકવેરા રિટર્ન ભરવાની અંતિમ તારીખ પણ જાહેર કરી છે. આગામી 31મી જુલાઈ સુધી આવકવેરા રિર્ટન ભરી શકાશે.
સુત્રોના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ 2022-23 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે, જ્યારે નવું નાણાકીય વર્ષ 2023-24 તા. 1 એપ્રિલથી શરૂ થયું છે. જો સરકાર રિટર્ન ફાઈલ કરવાની મુદતમાં વધારો નહીં કરવામાં આવે તો, મુદ્દત પછી રિટર્ન ફાઈલ કરનારને દંડ ભરવો પડશે. ઘણા લોકો આવકવેરા રિટર્ન ભરવાનું સંપૂર્ણપણે ટાળે છે કારણ કે તેઓને પ્રક્રિયા બોજારૂપ લાગે છે. તેનાથી વિપરીત, કારણ કે ITR સરકારમાં ફાઇલ કરવામાં આવે છે અને કાનૂની પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે, આવકવેરા રિટર્ન નોંધપાત્ર કાનૂની વજન ધરાવે છે. જેમ કે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું એ એક સારા નાગરિક બનવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે દરેક કાર્યકારી ભારતીયની નૈતિક આવશ્યકતા છે. આવી સ્થિતિમાં, આવકવેરા રિટર્ન સમયસર ફાઇલ કરવું જોઈએ.
(Photo-file)