
- પાંચ વર્ષમાં સ્માર્ટફોનના વપરાશકારો બમણા થયાં
- ભારતમાં 43 કરોડથી વધારે લોકો પાસે સ્માર્ટફોન
- ઈન્ટરનેટ સેવા સસ્તી થતી સ્માર્ટફોનનો ઉપયોગ વધ્યો
દિલ્હીઃ આજના આધુનિક જમાનામાં સ્માર્ટફોન હવે કોમન થઈ ગયા છે. ઈન્ટરનેટ સેવાના ચાર્જમાં થયેલા ઘટાડાને કારણે સ્માર્ટફોનના વપરાશકારો વધી રહ્યાં છે અને પાંચ વર્ષમાં આ આંકડો વધીને બમણો થઈ ગયો છે. દુનિયામાં હાલ 6 અબજથી વધારે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી હતી. દુનિયામાં સમાર્ટફોનના વપરાશમાં પ્રથમ સ્થાને ચીન અને બીજા નંબર ઉપર ભારતનો સમાવેશ થાય છે. ભારતમાં 43 કરોડથી વધારે લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. જ્યારે સાદા ફોનના વપરાશકારોનો આંકડો જાણવા મળ્યો નથી. જેથી ભારતમાં ફોનના વપરાશકારોની સંખ્યામાં 45 કરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દુનિયામાં વર્ષ 2015માં 300 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હતા. જેમાં પાંચ વર્ષમાં વધારો થઈને વર્ષ 2020માં આ આંકડો 6.1 અબજ ઉપર પહોંચ્યો હતો. ચીનમાં સૌથી વધારે 91.2 કરોડ અને ભારતમાં 43.9 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અમેરિકામાં 27 કરોડ, ઈન્ડોનેશિયામાં 16 કરોડ, બ્રાઝિલમાં 10.9 કરોડ, રશિયામાં 9.99 કરોડ, જાપાનમાં 7.57 કરોડ, મેક્સિકોમાં 7.01, જર્મનીમાં 6.52 કરોડ, 6.52 કરોડ અને વિએટનામમાં 6.13 કરોડ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો સાદાફોનનો ઉપયોગ કરી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે ભારતમાં લોકડાઉન બાદ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જેથી અનેક પરિવારોએ સંતાનોના અભ્યાસ માટે સ્માર્ટફોન વસાવ્યાં છે.